1 મેથી બેંકમાંથી નાણાં ઉપાડવાથી લઈને સિલિન્ડરના ભાવોમાં ફેરફારો થશે, જાણો તમને શું થશે અસર

|

Apr 30, 2021 | 9:15 AM

કોરોના રોગચાળો ફાટી નીકળવા સાથે સરકાર મે મહિનાથી ઘણી બાબતો શરૂ કરવા જઈ રહી છે.

1 મેથી બેંકમાંથી નાણાં ઉપાડવાથી લઈને સિલિન્ડરના ભાવોમાં ફેરફારો થશે, જાણો તમને શું થશે અસર
1 May થી ઘણા બદલાવ જોવા મળશે

Follow us on

કોરોના રોગચાળો ફાટી નીકળવા સાથે સરકાર મે મહિનાથી ઘણી બાબતો શરૂ કરવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી વધુ વયના લોકોની કોરોના વેક્સીન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને વિના મૂલ્યે 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય તમે બેંકોના નિયમોમાં પણ ફેરફાર જોઈ શકો છો. આ બધા ફેરફારો 1 મેથી અમલમાં આવશે.

Axis Bank ડબલ ચાર્જ વસૂલશે
Axis Bankના ગ્રાહકોએ 1 મેથી બચત બેંક ખાતા પર રોકડ ઉપાડ પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બેંકે હાલના સમયની તુલનામાં ફ્રી લિમિટ પછી ATMમાંથી રોકડ ઉપાડવા પર ડબલ ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. 5 રૂપિયાને બદલે ઓછામાં ઓછું 10 રૂપિયા ચાર્જ ચૂકવવું પડશે. એટલું જ નહીં SMS ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તમારા ખિસ્સા પરનો ભાર વધારી શકે છે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના દરમાં ફેરફાર કરે છે. નવી કિંમતો પણ 1 મેના રોજ બહાર પાડવામાં આવશે. ગત મહિને કંપનીઓએ 10 રૂપિયા કપાત કરીને ગ્રાહકોને રાહત આપી હતી પરંતુ આ રાહત કોરોના સમયગાળામાં રહેશે કે નહીં તે જોવું રહ્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વીમા કવચની રકમ બમણી કરવામાં આવશે
કોરોના સમયગાળા દરમિયાન, આરોગ્ય વીમાની વધતી માંગને કારણે તેના ભાવમાં વધારો થયો છે. વીમા નિયમનકાર IRDA એ આરોગ્ય સંજીવની પોલિસીની કવર રકમ બમણી કરવા નિર્દેશ આપ્યો છે. 1 મે ​​સુધીમાં હવે વીમા કંપનીઓએ 10 લાખ રૂપિયા સુધીનું કવર પોલિસી રજૂ કરવાની રહેશે.

રસીકરણ શરૂ થશે
18થી વધુ ઉંમરના તમામ લોકોની રસી 1 મેથી શરૂ થશે. આ માટે, કોવિન દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમે ઇચ્છો તો તમે આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પણ નોંધણી કરાવી શકો છો.

ગરીબોને મફત અનાજ મળશે
કોરોના સમયગાળામાં ગરીબોને કોઈ તકલીફ ન પડે તે માટે વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના ફરીથી લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર ગરીબોને 1 મેથી 5 કિલો અનાજ વિના મૂલ્યે આપશે. આનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે.

Next Article