નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) દેશની સૌથી શક્તિશાળી મહિલા તરીકે સામે આવ્યા છે જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી(Nita Ambani) આ યાદીમાં બીજા સ્થાને છે. ફોર્ચ્યુન ઈન્ડિયા(Fortune India) દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં આ વાત સામે આવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથન(saumya vishwanathan) ત્રીજા, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો ચોથા અને ભારત બાયોટેકના સહ-સ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલા પાંચમા ક્રમે છે.
ફોર્ચ્યુને નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) વિશે કહ્યું છે કે માર્ચ 2020માં લોકડાઉન લાગુ થયાના 36 કલાક પછી પ્રેસ કોન્ફરન્સ કરનાર તે પ્રથમ કેન્દ્રીય મંત્રી છે. તે સમયે આખો દેશ કોરોના રોગચાળાનો સામનો કરવા અને અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકારની યોજનાઓ વિશે જાણવા માંગતો હતો. તે ભયાનક સમયમાં તેમણે નાણામંત્રી તરીકેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી.
નીતા અંબાણી વિશે એવું કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2020 માં લોકડાઉન દરમિયાન તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ સાથે બેઠક કરી જાણ્યું કે ગરીબો રોગચાળાથી કેટલી પ્રભાવિત થશે. આ પછી, તેમણે મુંબઈમાં BMC સાથે ટીમ બનાવી જે 50 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા માટે જવાબદાર હતી. ત્યારબાદ તેની ક્ષમતા વધારીને 2,000 બેડ કરવામાં આવી હતી. ઓક્સિજનનો પુરવઠો પણ વધાર્યો હતો અને સારવાર પણ મફત આપી હતી.
ઈશા અંબાણી પાંચ યુવા શક્તિશાળી મહિલાઓમાં ટોચના સ્થાને
રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલની ડાયરેક્ટર ઈશા અંબાણી સૌથી યુવા સૌથી પાવરફુલ મહિલા છે. તેની ઉંમર 30 વર્ષની છે. આ મામલામાં બાયજુના કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથ (35) બીજા ક્રમે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ (39) ત્રીજા સ્થાને છે.
એમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયા ઓરિજિનલ્સના વડા અપર્ણા પુરોહિત (42) અને મેટ્રોપોલિસ હેલ્થકેરના પ્રમોટર અમીરા શાહ (42) ચોથા નંબરની સૌથી યુવા શક્તિશાળી મહિલાઓ છે. ઝૂમ વિડીયો કોમ્યુનિકેશનના સીઓઓ અપર્ણા બાવા (43) પાંચમા સ્થાને છે.
ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા ઘોષિત દેશની ટોચની દશ શક્તિશાળી મહિલાઓ
આ પણ વાંચો : Gold Price Today : સસ્તી કિંમતે સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો 1 તોલા સોનાના ભાવ
આ પણ વાંચો : EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા! જાણો સુધારો કરવાની આ બે સરળ રીત