Forex Reserve : શું તમે જાણો છો દેશની તિજોરીમાં કેટલું ધન છે? રિઝર્વ બેંકે માહિતી જાહેર કરી

|

Apr 08, 2023 | 7:01 AM

Forex Reserve : વર્ષ 2022 ની શરૂઆતમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર  633 બિલિયન ડોલર હતું. આ આ અગાઉ ઓક્ટોબર 2021 માં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 645 બિલિયન ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વના ઉપયોગને કારણે બાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Forex Reserve : શું તમે જાણો છો દેશની તિજોરીમાં કેટલું ધન છે? રિઝર્વ બેંકે માહિતી જાહેર કરી

Follow us on

Forex Reserve : ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત થઇ રહેલા વધારા ઉપર બ્રેક લાગી છે. 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ બાદ વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 578.45 બિલિયન ડોલર થઈ ગયો છે. એટલે કે આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 380 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે વિદેશી મુદ્રા ભંડાર સંબંધિત ડેટા જાહેર કર્યા છે જે મુજબ વિદેશી મુદ્રા ભંડાર 578.78 બિલિયન ડોલરના આઠ મહિનાના સર્વોચ્ચ સ્તરથી ઘટીને 578.45 બિલિયન ડોલર થઈ ગયું છે. આરબીઆઈના ડેટા અનુસાર વિદેશી ચલણની સંપત્તિમાં 36 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 509.69 બિલિયન ડોલર પર આવી ગયો છે.

ભારતનો સોનાનો ભંડાર 279 મિલિયન ડોલર ઘટીને 45.200 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. SDRમાં પણ 27 મિલિયન ડોલર નો ઘટાડો થયો છે જ્યારે IMFમાં ભારતની અનામત 14 મિલિયન ડોલર વધીને 5.16 બિલિયન ડોલર થઈ છે.

આ પણ વાંચો : Gold Price Today : સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનું 62679 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

વર્ષ 2022 ની શરૂઆતમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર  633 બિલિયન ડોલર હતું. આ આ અગાઉ ઓક્ટોબર 2021 માં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 645 બિલિયન ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા કરન્સી રિઝર્વના ઉપયોગને કારણે બાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

છેલ્લા મહિનામાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો એ પણ કારણ છે કે આયાત મોંઘી થઈ છે. તો આરબીઆઈ અને ફેડ રિઝર્વની કડક નાણાકીય નીતિના કારણે રૂપિયો નબળો પડ્યો છે. રોકાણકારો ઊભરતાં બજારોમાંથી તેમનું રોકાણ કાઢીને અમેરિકા જેવા સ્થિર દેશોમાં રોકાણ કરી રહ્યા છે. જેથી કડક નાણાકીય નીતિ દરમિયાન પણ રોકાણકારોને જંગી વળતર મળી શકે.

સમય સમય પર આરબીઆઈ તરલતા વ્યવસ્થાપન દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરે છે જેમાં આરબીઆઈ ડોલરનું વેચાણ પણ કરે છે જેથી સ્થાનિક ચલણને વધુ નબળા પડવાથી બચાવી શકાય. ગુરુવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે જો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે તો તે મેક્રો ઈકોનોમિક સ્ટેબિલિટીને મજબૂત કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article