Foreign reserves નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , જાણો અર્થતંત્ર માટે કેટલો મહત્વનો છે આ ભંડાર

|

Jul 03, 2021 | 8:08 AM

RBIના ડેટા અનુસાર 18 જૂને પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 4.418 અબજ ડોલર ઘટીને 603.933 અબજ ડોલર થયું હતું. 11 જૂન 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 74 3.074 અબજ ડોલર વધીને 608.081 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

Foreign reserves નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , જાણો અર્થતંત્ર માટે કેટલો મહત્વનો છે આ ભંડાર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves/Forex Reserves)માં 25 જૂન, 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.066 અબજ ડોલરના વધારા સાથે 608.999 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા – RBI દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી જાહેર  કરવામાં આવી છે.

RBIના ડેટા અનુસાર 18 જૂને પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 4.418 અબજ ડોલર ઘટીને 603.933 અબજ ડોલર થયું હતું.આ અગાઉ 11 જૂન 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 74 3.074 અબજ ડોલર વધીને 608.081 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

કેટલી છે આયાત ક્ષમતા
હાલમાં ભારત 15 મહિના સુધી આયાત કરવામાં સક્ષમ છે. જાપાનમાં 22 મહિનાની અનામત છે. ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા પછી ભારત પાસે સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર છે. સ્વિટ્ઝર્લન્ડમાં 39 મહિના સુધીની આયાત કરવાની ક્ષમતા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી બહાર આવશે ત્યારે આયાત વધશે અને તે સમય માટે આ ભંડોળ ખૂબ મહત્વનું રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

FCAમાં વધારાને કારણે FOREX RESERVE માં વધારો
રિઝર્વ બેન્કના સાપ્તાહિક ડેટા અનુસાર 25 જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણ સંપત્તિ (Foreign Currency Assets – FCA ) માં વધારો છે, જે અનામતનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 4.7 અબજ ડોલર વધીને 566.24 અબજ ડોલર થયું છે. ડોલર ની દ્રષ્ટિએ વ્યક્ત કરાયેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસર કરે છે.

સોનાના ભંડારમાં વધારો થયો
સોનાનો ભંડાર 36.5 કરોડ ડોલર વધીને 36.296 અબજ ડોલર થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે 1.498 અબજ ડોલરની SDR (Special Drawing Rights)માં કોઈ ફેરફાર થયો નથી. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન IMF પાસે ભારતના અનામતમાં થોડો વધારો થયો હતો. તે ૧૦ લાખ ડોલર વધીને 4.965 અબજ ડોલર થયું છે.

Published On - 8:08 am, Sat, 3 July 21

Next Article