ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના

|

Apr 17, 2022 | 9:06 PM

કંપની તેના વેચાણ નેટવર્કને વિસ્તારવા માટે નવા કર્મચારીઓની ભરતી કરવાની પણ યોજના ધરાવે છે. કેમ્પસમાં હાલમાં દેશભરમાં લગભગ 100 સ્ટોર છે. તેમાંથી 65 સ્ટોર્સ કંપનીની માલિકીના છે અને બાકીના ફ્રેન્ચાઇઝ મોડલ પર આધારિત છે.

ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના
Aether Industries IPO

Follow us on

સ્પોર્ટ્સ અને અન્ય પ્રકારના ફૂટવેર ઉત્પાદક કેમ્પસ એક્ટિવવેર આવતા મહિને શેરબજારમાં (Share Market) લિસ્ટ થવાનું (Share Market Listing) આયોજન કરી રહી છે. કંપની દેશના પશ્ચિમી અને દક્ષિણી રાજ્યોમાં નેટવર્ક વધારીને તેની સ્થિતિ મજબૂત કરવાની યોજના ધરાવે છે. કેમ્પસ એક્ટિવવેરના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) રમણ ચાવલાએ કંપનીની વિસ્તરણ યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કંપની ઉચ્ચ માર્જિનવાળા મહિલા અને બાળકોની કેટેગરીમાં નવા ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના પણ ધરાવે છે. તેના વિસ્તરણ માટે, કંપની તેના વિશિષ્ટ આઉટલેટ્સના નેટવર્કને મજબૂત કરશે તેમજ ઓનલાઈન વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તેમણે કહ્યું કે કેમ્પસ ગ્રાહકો સુધી સીધા પહોંચવાની પદ્ધતિ અપનાવવાનું ચાલુ રાખશે. મહિલાઓ અને બાળકો માટે નવી પ્રોડક્ટ્સ લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. વધુમાં ચાવલાએ જણાવ્યું હતું કે કંપની તેના વેચાણ નેટવર્કને વિસ્તારવા માટે નવા કર્મચારીઓની ભરતી કરવાની પણ યોજના ધરાવે છે.

કેમ્પસમાં હાલમાં દેશભરમાં લગભગ 100 સ્ટોર્સ છે. તેમાંથી 65 સ્ટોર્સ કંપનીની માલિકીના છે અને બાકીના ફ્રેન્ચાઇઝ મોડલ પર આધારિત છે. નાણાકીય વર્ષ 2020-21ના વેચાણના આંકડાઓના આધારે, કેમ્પસ બ્રાન્ડેડ સ્પોર્ટ્સ ફૂટવેર ઉદ્યોગમાં લગભગ 17 ટકાના બજાર હિસ્સાનો દાવો કરે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

5.1 કરોડ શેરના વેચાણ માટે ઓફર

આ દરમિયાન, બજારના એક સૂત્રએ જણાવ્યું હતું કે કેમ્પસ મે મહિનામાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવાનો પણ ઇરાદો ધરાવે છે. કંપનીએ ગયા વર્ષે જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે અરજી દાખલ કરી હતી. દસ્તાવેજ અનુસાર, કેમ્પસ IPO હેઠળ 5.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS) લાવશે.

તેના હાલના પ્રમોટર્સ હરિકૃષ્ણ અગ્રવાલ અને નિખિલ અગ્રવાલ ઉપરાંત, TPG ગ્રોથ-3 SF પ્રાઇવેટ લિમિટેડ અને QRG એન્ટરપ્રાઇઝિસ જેવા રોકાણકારો પણ તેમના હોલ્ડિંગનું વેચાણ કરશે. હાલમાં, તેના પ્રમોટરો કેમ્પસમાં 78.21 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, TPG ગ્રોથ અને QRG અનુક્રમે 17.19 ટકા અને 3.86 ટકા ધરાવે છે. બાકીના 0.74 ટકા વ્યક્તિગત શેરધારકો અને કર્મચારીઓ પાસે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ અને ડિઝાઈન મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરની કંપની કેન્સ ટેક્નોલૉજીએ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા ફાઇનાન્સ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા છે.

આ પણ વાંચો : સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપમાં રૂ. 1.32 લાખ કરોડનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું સૌથી વધુ નુકસાન

Next Article