GANDHINAGAR : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ IFSC સેન્ટરની મુલાકાત લેશે

GANDHINAGAR : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ IFSC સેન્ટરની મુલાકાત લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:51 PM

(Nirmala Sitharaman હિતધારકો સાથે ચર્ચા કરશે કે કેવી રીતે વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારતમાં આકર્ષિત કરી શકાય અને તેને વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી હબ તરીકે વિકસાવી શકાય.

GANDHINAGAR : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) શનિવારે ગિફ્ટ સિટી, (Gift City) ગાંધીનગર ખાતે દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે અને હિતધારકો સાથે વાર્તાલાપ કરશે.

નાણા મંત્રાલયે શુક્રવારે અનેક ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાર્તાલાપ ભારતીય કંપનીઓ માટે દેશમાં વૈશ્વિક નાણાકીય સેવાઓના ‘ગેટવે’ તરીકે GIFT-IFSCની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ, નાણામંત્રી હિતધારકો સાથે ચર્ચા કરશે કે કેવી રીતે વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારતમાં આકર્ષિત કરી શકાય અને તેને વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી હબ તરીકે વિકસાવી શકાય.

મંત્રાલયે કહ્યું કે સીતારમણ અનેક મહત્વપૂર્ણ સુવિધાઓની દેખરેખ રાખશે અને ત્યાંના વર્તમાન હિતધારકો સાથે વાતચીત કરશે. નાણાપ્રધાનની મુલાકાત GIFT-IFAC ને દેશના અગ્રણી નાણાકીય સેવાઓ હબ અને વૈશ્વિક નાણાકીય પ્રવાહ માટે ‘ગેટવે’ તરીકે વિકસાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.


આ પણ વાંચો : Co-Win બાદ ભારતમાં ડીજીટલ હેલ્થ હાઇવે તૈયાર થશે, જાણો NHAના મહત્વના સૂત્રધાર ડો.આર.એસ.શર્માએ TV9 સાથેની ખાસ વાતચીતમાં બીજું શું કહ્યું

આ પણ વાંચો :કોરોનાની અસરમાંથી ઝડપથી ઉગરી રહ્યું છે એવિએશન સેક્ટર, Air Traffic કોવિડ પહેલાના સ્તરની નજીક

g clip-path="url(#clip0_868_265)">