કોરોનાની અસરમાંથી ઝડપથી ઉગરી રહ્યું છે એવિએશન સેક્ટર, Air Traffic કોવિડ પહેલાના સ્તરની નજીક
ઓક્ટોબર મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 70.46 ટકા વધીને 89.85 લાખ થઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવારે આ માહિતી આપી.
દેશનું ઉડ્ડયન ક્ષેત્ર (Aviation sector) હવાઈ ટ્રાફિકના (Air traffic) સંદર્ભમાં કોવિડ પહેલાના સ્તરની નજીક પહોંચી ગયું છે અને તે વધતું રહેશે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. વિંગ્સ ઈન્ડિયા-2022 (Wings India-2022) વિશે માહિતી આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જેનું આયોજન 24થી 27 માર્ચ દરમિયાન હૈદરાબાદમાં થવાનું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ઉષા પાધીએ કહ્યું કે પરિસ્થિતિ લગભગ સામાન્ય બની રહી છે અને અમે મહામારીના પહેલાના સ્તરે લગભગ 85 ટકા પર પહોંચી ગયા છીએ.
ઑક્ટોબરમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 71 ટકાનો વધારો
આ તરફ ઓક્ટોબર મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 70.46 ટકા વધીને 89.85 લાખ થઈ ગઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવારે આ માહિતી આપી. ડીજીસીએના ડેટા અનુસાર ગયા વર્ષના સમાન મહિનામાં 52.71 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી.
ઈન્ડિગો દ્વારા સૌથી વધુ મુસાફરોએ યાત્રા કરી
માહિતી અનુસાર ઑક્ટોબર દરમિયાન એરલાઈન ઈન્ડિગો દ્વારા સૌથી વધુ 48.07 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ઑક્ટોબરમાં સ્થાનિક મુસાફરી કરતા કુલ મુસાફરોના 53.5 ટકા છે. જ્યારે છેલ્લા મહિનામાં એર ઈન્ડિયા દ્વારા 10.61 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. આ સિવાય ટાટા- એસઈએના સંયુક્ત સાહસના વિસ્તરણને કારણે ઑક્ટોબર દરમિયાન 6.96 લાખ, એરએશિયા ઈન્ડિયા દ્વારા 5.72 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.
ટૂંકા અંતરની ફ્લાઈટમાં પણ ખાવા-પીવાની સુવિધા ઉપલબ્ધ થશે
કોરોનાની અસરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે ટૂંકા અંતરની ફ્લાઈટમાં પણ ખાવા-પીવાની સુવિધાને મંજૂરી આપી છે. કોવિડને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટમાં ખાવા-પીવાની મજા માણી શકાશે. કોરોનાની બીજી લહેરને જોતા સરકારે 2 કલાકથી ઓછા સમયના અંતરની ફ્લાઈટમાં ભોજનની વ્યવસ્થા બંધ કરી દીધી હતી. હવે આ સિસ્ટમ ફરી શરૂ થવા જઈ રહી છે.
હવે અખબારો અને સામયિકો પણ વાંચી શકાશે
વધુ એક મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. કોવિડને ધ્યાનમાં રાખીને ફ્લાઈટમાં અખબાર અથવા મેગેઝિન વાંચવા જેવી સેવા બંધ કરવામાં આવી હતી. ઉડ્ડયન મંત્રાલયના નવા આદેશ અનુસાર એરલાઈન કંપનીઓ હવે અખબારો અને મેગેઝિન જેવી વાંચન સામગ્રી લઈ જઈ શકશે. મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો : ખોટી ઓળખ સાથે Pakistan થી China રવાના કરાયેલા Radioactive પદાર્થના કન્ટેનરોને DRI એ મુંદ્રા પોર્ટ ખાતે ઝડપી પડાયા