ફર્ટિલાઇઝર કંપની IFFCO કોરોના દર્દીઓની મદદે આવી, ગુજરાતમાં કલોલ સહીત દેશમાં 4 સ્થળોએ OXYGEN નું ઉત્પાદન કરશે

|

Apr 26, 2021 | 7:56 AM

કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની આખી સિસ્ટમ હચમચી ઉઠી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે લોકોનું જીવન જોખમમાં મુકાયું છે. આવી સ્થિતિમાં સરકાર સહિત અનેક કંપનીઓ પણ શક્ય પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં પ્રખ્યાત ફર્ટિલાઇઝર કંપની IFFCO પણ આગળ આવી છે. કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. ત્રીજા પ્લાન્ટ પર કામ […]

ફર્ટિલાઇઝર કંપની IFFCO કોરોના દર્દીઓની મદદે આવી, ગુજરાતમાં કલોલ સહીત દેશમાં 4 સ્થળોએ OXYGEN નું ઉત્પાદન કરશે
કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની આખી સિસ્ટમ હચમચી ઉઠી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે લોકોનું જીવન જોખમમાં મુકાયું છે. આવી સ્થિતિમાં સરકાર સહિત અનેક કંપનીઓ પણ શક્ય પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં પ્રખ્યાત ફર્ટિલાઇઝર કંપની IFFCO પણ આગળ આવી છે. કંપની દેશમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે. ત્રીજા પ્લાન્ટ પર કામ 30 મેથી શરૂ થશે.

આ સાથે હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઓક્સિજન આપવામાં આવશે. જે લોકોના જીવ બચાવવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ઉત્તર પ્રદેશના ફુલપુરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. કંપની પ્લાન્ટ માટે આશરે 30 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. કંપનીની આ પહેલથી લાખો લોકોને આશાની નવી કિરણ મળશે.

આ સ્થળોએ ઉત્પાદન કરશે 
IFFCO યુપીના ફુલપુર, બરેલીમાં આમલા, ઓડિશામાં પારાદીપ અને ગુજરાતમાં કાલોલમાં પ્લાન્ટ સ્થાપશે. અહીં તૈયાર થતો ઓક્સિજન આસપાસના વિસ્તારોની હોસ્પિટલોમાં વિના મૂલ્યે પૂરો પાડવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ક્ષમતા પ્રતિ કલાક 130 ક્યુબિક મીટર હશે
ઉત્તર પ્રદેશના ફૂલપુર ખાતે પ્લાન્ટ શરૂ કરવા અંગે IFFCOના એમડી અને સીઈઓ યુ.એસ. અવસ્થીએ ટ્વીટ કર્યું છે કે આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ કલાક 130 ઘનમીટર હશે. સહકારી સંસ્થા દ્વારા ફુલપુર યુનિટમાં ત્રીજો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 30 મેથી કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઓડિશાના પારાદીપ યુનિટમાં ચોથા ઓક્સિજન પ્લાન્ટમાં પણ કામ ચાલી રહ્યું છે.

Next Article