શું તમને પણ મળ્યો છે SBI બેંક એકાઉન્ટ બ્લોક થવાનો મેસેજ ? તો જાણો તે મેસેજનું સંપૂર્ણ સત્ય

|

May 01, 2022 | 11:41 PM

શું તમને એવો મેસેજ મળ્યો છે કે જે કહે છે કે તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે? તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ એકદમ ફેક અને ખોટો છે.

શું તમને પણ મળ્યો છે SBI બેંક એકાઉન્ટ બ્લોક થવાનો મેસેજ ? તો જાણો તે મેસેજનું સંપૂર્ણ સત્ય
PIB Fact Check

Follow us on

શું તમને એવો મેસેજ મળ્યો છે કે જે કહે છે કે તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે? તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ એકદમ ફેક (Fake Message) અને ખોટો છે. બિલકુલ માનશો નહીં. આ તમને છેતરપિંડીમાં ફસાવવાની રીત હોઈ શકે છે. તેથી, તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું છે કે આવો મેસેજ સર્ક્યુલેશનમાં છે કે તમારું SBIનું ઓફિશિયલ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે આ મેસેજ ફેક છે.

આ સાથે PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટમાં કહ્યું છે કે તમારે તમારી અંગત માહિતી અથવા બેંકિંગ વિગતો માટે પૂછતા ઈમેલ અથવા SMSનો જવાબ આપવો જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું છે કે જો તમને આવો કોઈ સંદેશ મળે તો તરત જ આ report.phishing@sbi.co.in. સરનામાં પર જાણ કરો.

શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?

તેના ટ્વિટમાં, PIB ફેક્ટ ચેકે SMSનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ SMSમાં કહેવામાં આવ્યું છે કે તમારા SBI બેંકના દસ્તાવેજોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. તેમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેને ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે. વપરાશકર્તાને આ લિંકનો ઉપયોગ કરીને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સિવાય એસબીઆઈએ તાજેતરમાં ગ્રાહકો માટે ડિજિટલ સિક્યોરિટી સંબંધિત માર્ગદર્શિકા રજૂ કરી છે. તેની મદદથી ગ્રાહકો સુરક્ષિત વ્યવહારો કરી શકે છે. નાણાકીય સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ હોવાથી, SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે કેટલીક સલામતી ટિપ્સ લઈને આવી છે. બેંક અનુસાર, એટીએમ અથવા પીઓએસ ટ્રાન્ઝેક્શન કરતી વખતે, તમારી આસપાસના લોકોનું ધ્યાન રાખો. આ સાથે પિન દાખલ કરતી વખતે કીપેડને કવર કરી દો.

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેકની ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવા દાવાઓની તપાસ કરે છે. જો તમને પણ કોઈ સમાચાર અથવા ફોટા પર શંકા હોય, તો તમે +91 8799711259 પર WhatsApp અથવા socialmedia@pib.gov.in પર ઈ-મેલ કરી શકો છો. આ ઉપરાંત, તમે Twitter પર @PIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck ફેસબુક પર પણ સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો : GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

Next Article