કોરોનાકાળમાં પણ આ ભારતીય કંપનીએ દેખાડયો દમ, ઉત્પાદન અને વેચાણમાં વિક્રમ બનાવ્યો, જાણો વિગતવાર

|

Apr 10, 2021 | 4:00 PM

કોરોના સંકટ હોવા છતાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL) માટે વેચાણ અને ઉત્પાદનના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2020-21 ઉત્તમ રહ્યું છે.

કોરોનાકાળમાં પણ આ ભારતીય કંપનીએ દેખાડયો દમ, ઉત્પાદન અને વેચાણમાં વિક્રમ બનાવ્યો, જાણો વિગતવાર
કોરોનાકાળમાં પણ ભારતીય કંપનીએ મુજબૂત સ્થિતિ બનાવી

Follow us on

કોરોના સંકટ હોવા છતાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL) માટે વેચાણ અને ઉત્પાદનના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2020-21 ઉત્તમ રહ્યું છે. માર્ચ 2021 માં કંપનીએ રેકોર્ડ વેચાણ નોંધ્યું હતું. માર્ચ 2021 માં કંપનીનું કુલ વેચાણ 7.86 લાખ ટન થયું હતું. વાર્ષિક ધોરણે તે 61 ટકા હતો અને ફેબ્રુઆરી 2021 ની તુલનામાં 44 ટકા વધુ વૃદ્ધિ દર્જ થઇ છે. લોકડાઉનથી રાહત આપ્યા બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ગતિ આવી છે. ડોમેસ્ટિક માંગ અને નિકાસ વૃદ્ધિથી કંપનીના વેચાણમાં વધારો થયો છે. ઘરેલુ માંગ અને નિકાસનું કંપનીના વેચાણમાં લગભગ 38 ટકા યોગદાન છે.

ઉત્પાદનની વાત કરીએ તો માર્ચ 2021 માં તેમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે અને કુલ ઉત્પાદન 7.30 લાખ ટન હતું. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઉત્પાદન 2.07 મિલિયન ટન હતું. આ કંપનીના ઇતિહાસમાં એક ક્વાર્ટરમાં સૌથી વધુ છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે કંપની કટોકટીના સમયથી બહાર આવી છે અને દરેક મોરચે સારા પરિણામ જોવા મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનું ઉત્પાદન અને વેચાણ ઐતિહાસિક સ્તરે સૌથી વધુ રહ્યું છે.

વાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ નોંધાઈ
વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો નોંધાવતા કુલ ઉત્પાદન 7.51 લાખ ટન રહ્યું છે. કુલ વેચાણનો આંકડો 7.28 લાખ ટન હતો. વાર્ષિક ધોરણે તેમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સમગ્ર નાણાકીય વર્ષના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો 35 ટકા હતો, જે ગયા નાણાકીય વર્ષમાં માત્ર 13 ટકા હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે
કંપની દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે આ રોગચાળામાં કંપનીના કર્મચારીઓના યોગદાનને કારણે તે શક્ય બન્યું છે. અમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના માટે શક્યતાઓની શોધ કરી છે. કંપની આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે. JSPLના મેનેજિંગ ડિરેક્ટર 15:15:50 ના તેના લક્ષ્યાંકને વળગી રહે છે. આ 15 હજાર કરોડ EBITDA 15 હજાર કરોડનું કુલ દેવું અને 50 હજાર કરોડનું એકંદર ટર્નઓવરનું લક્ષ્યાંક છે.

Next Article