અદાણી ગ્રુપના શેરમાં કડાકો બોલવા છતાં EPFO નો અકબંધ વિશ્વાસ, સપ્ટેમ્બર સુધી અદાણી ઉપર આ રીતે મહેરબાન રહેશે

|

Mar 28, 2023 | 8:44 AM

દેશનું સૌથી મોટું રિટાયરમેન્ટ ફંડ EPFO ​​અદાણી ગ્રુપમાં રોકાણ યથાવત રાખશે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ બે શેરનો સમાવેશ થાય છે. આ રોકાણ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે મહિના પછી પણ ગ્રૂપની કંપનીઓ જે રીતે રિકવર કરવી જોઈતી હતી તે રીતે થઈ શકી નથી.

અદાણી ગ્રુપના શેરમાં કડાકો બોલવા છતાં EPFO નો અકબંધ વિશ્વાસ, સપ્ટેમ્બર સુધી અદાણી ઉપર આ રીતે મહેરબાન રહેશે

Follow us on

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ઘણા મોટા રોકાણકારો અદાણી ગ્રૂપમાં રોકાણ કરવા માટે દસ વખત વિચારી રહ્યા છે. લગભગ રૂ. 40,000 કરોડનું રોકાણ કરનાર LIC તેના રોકાણના નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે જેથી તેને અદાણી-હિંડનબર્ગ જેવા મામલાઓમાં વધુ નુકસાન થાય નહીં. દેશનું સૌથી મોટું રિટાયરમેન્ટ ફંડ EPFO ​​અદાણી ગ્રુપમાં રોકાણ યથાવત રાખશે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ બે શેરનો સમાવેશ થાય છે. આ રોકાણ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે.  EPFની બે દિવસીય બેઠક ચાલી રહી છે જેમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

સવાલ એ છે કે છેલ્લા બે મહિનાથી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના લગભગ 28 કરોડ લોકોના પેન્શનના પૈસા કેમ દાવ પર લગાવવામાં આવે છે? શું EPFO ​​ટ્રસ્ટને આની જાણ ન હતી? શું ટ્રસ્ટ આ મામલે કોઈ પગલાં લઈ શકે છે? અદાણી ગ્રુપના શેરમાં અત્યાર સુધીમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે? ચાલો આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ અમારા દ્વારા કરાયો છે.

આ પણ વાંચો : Adani Group : અદાણીને ક્લિનચીટ મળી, શું છે સમગ્ર મામલો? શેરના ભાવમાં ઉછાળો આવી શકે છે

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કેવા  પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર નીલમ શમી રાવને અદાણી ગ્રૂપ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સવાલોમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે EPFO ​​એ અદાણી ગ્રુપના શેરમાં કેટલું રોકાણ કર્યું છે. શું તેના ફંડ મેનેજરોને તે શેરના રક્ષણ માટે નવા રોકાણ ટાળવા સૂચના આપવામાં આવી હતી? શું નિફ્ટી 50 સાથે જોડાયેલા રોકાણોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા છે? EPFOએ માર્ચ 2022 સુધી ETFમાં રૂ. 1.57 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં, EPF સભ્યો દ્વારા મોકલવામાં આવેલા અંદાજિત રૂ. 2.54 લાખ કરોડ નવા યોગદાનમાંથી રૂ. 38,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં સોમવાર અને મંગળવારે બોર્ડની બે દિવસીય બેઠક યોજાશે, જેમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવી શકે છે. આ બેઠક મુખ્યત્વે EPF વ્યાજ દરને લઈને થઈ રહી છે. જેમાં આ વર્ષે સભ્યોને કેટલું વ્યાજ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. હાલમાં EPFનો વ્યાજ દર 45 વર્ષના નીચલા સ્તરે છે. જેના પર 8.1 ટકા ટેક્સ લાગતો હતો.

અદાણી ગ્રુપના શેરને કેટલું નુકસાન થયું છે?

હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે મહિના પછી પણ ગ્રૂપની કંપનીઓ જે રીતે રિકવર કરવી જોઈતી હતી તે રીતે થઈ શકી નથી. અદાણી એન્ટરપ્રાઈઝ 24 જાન્યુઆરીથી 50% નીચે છે. અદાણી ટ્રાન્સમિશન પણ 60 ટકાથી વધુ તૂટ્યું છે. અદાણી ટોટનના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. 24મીથી કંપનીનો સ્ટોક 75% નીચે આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી પણ લગભગ 50 ટકા નીચે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:41 am, Tue, 28 March 23

Next Article