જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) યુવાનોને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) હેઠળ સરળતાથી નોકરી મેળવવાની તક આપી રહ્યું છે.EPFOએ જણાવ્યું છે કે રોજગાર શોધી રહેલા યુવાનો હવે Aatmanirbhar Bharat Rojgar Yojana હેઠળ 31 માર્ચ, 2022 સુધી નોંધણી કરાવી શકે છે. સરકાર આ નોંધણી દ્વારા કંપનીમાં નોકરી કરવા માટે કર્મચારીઓના PFની ચૂકવણી કરશે. એટલું જ નહીં કંપની વતી PFમાં જતી રકમ પણ સરકાર ચૂકવશે.
ABRY યોજના હેઠળ સરકાર 2 વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) માં કર્મચારી અને એમ્પ્લોયરના હિસ્સાનું આયોજન કરશે. તેનાથી કંપનીઓને વધુ સંખ્યામાં રોજગાર આપવા માટે પણ પ્રોત્સાહિત થશે. આ યોજનાનો લાભ નોકરી મળ્યાના 24 મહિના સુધી મેળવી શકાય છે. સરકાર પગારના 24 ટકા યોગદાન આપશે. કર્મચારી વતી 12 ટકા અને એમ્પ્લોયર વતી 12 ટકા.
સરકારે જણાવ્યું છે કે ABRY યોજનાનો લાભ ફક્ત તે જ કર્મચારીઓને આપવામાં આવશે જેમનો પગાર રૂ. 15000 થી ઓછો હશે. કર્મચારીનો પગાર માસિક 15 હજારની મર્યાદાને વટાવતા જ તેના પીએફ ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવતો ફાળો બંધ થઈ જશે. આ ઉપરાંત જે કંપનીમાં 1,000થી વધુ કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અંદાજ છે કે લગભગ 71.8 લાખ નવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. જે કર્મચારીઓ 31 માર્ચ, 2022 સુધીમાં EPFO સાથે નોંધણી કરાવશે, તેમને આગામી બે વર્ષ માટે સરકાર તરફથી PF યોગદાનનો લાભ આપવામાં આવશે. આ સ્કીમ એ કંપનીઓ માટે લાગુ થશે જેમણે ઑક્ટોબર 2020 પહેલાં EPFO સાથે નોંધણી કરાવી છે.
આ પણ વાંચો : SEBI એ Anil Ambani ઉપર શેરબજારમાં લગાવ્યો પ્રતિબંધ, અંબાણીની કંપની Reliance Home Finance સામે પણ કાર્યવાહી કરાઈ