EPF Interest Calculation :પીએફ પર વ્યાજ કેવી રીતે નક્કી થાય છે? જાણો જો દર મહિને 10,000 રૂપિયા કપાય તો કેટલું વ્યાજ મળશે

નોકરીયાત વર્ગ માટે પીએફ ખાતામાં વ્યાજ જમા થવાના નિયમો અને ગણતરી ખૂબ જ અલગ હોય છે. દર મહિનાના રનિંગ બેલેન્સ પર કમ્પાઉન્ડિંગ વ્યાજ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે તેની સંપૂર્ણ વિગતો સરળ ભાષામાં અહીં વાંચો.

EPF Interest Calculation :પીએફ પર વ્યાજ કેવી રીતે નક્કી થાય છે? જાણો જો દર મહિને 10,000 રૂપિયા કપાય તો કેટલું વ્યાજ મળશે
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jul 05, 2026 | 6:01 PM

નોકરીયાત લોકો માટે પીએફ (PF) માત્ર એક સરકારી બચત યોજના નથી, પરંતુ નિવૃત્તિ પછીનો સૌથી મોટો આર્થિક સહારો છે. દર મહિને જ્યારે સેલેરી સ્લિપ હાથમાં આવે છે, ત્યારે પીએફ કપાયાના આંકડા પર નજર જરૂર જાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે જો તેમનો દર મહિને 10,000 રૂપિયા પીએફ કપાય છે, તો વર્ષના અંતે સરકાર દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજદર (જેમ કે 8.25 ટકા) ના આધારે સીધું આખી રકમ પર વ્યાજ મળી જશે. પરંતુ વાસ્તવમાં પીએફનું ગણિત આટલું સરળ નથી. પીએફ ખાતામાં વ્યાજની ગણતરી દર મહિનાના રનિંગ બેલેન્સ પર થાય છે, પરંતુ તે ખાતામાં વર્ષના અંતે એટલે કે 31 માર્ચે જ જમા થાય છે.

પીએફનો બેઝિક નિયમ સમજો

ગણતરી સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારા પીએફ ખાતામાં પૈસા કેવી રીતે જમા થાય છે. તમારી બેઝિક સેલેરી અને ડીએ (મોંઘવારી ભથ્થું) ના 12 ટકા હિસ્સો તમારા પીએફ ખાતામાં જાય છે.  એટલે કે 12 ટકા હિસ્સો તમારી કંપની પણ આપે છે. પરંતુ કંપનીના 12 ટકા હિસ્સામાંથી 8.33 ટકા ભાગ કર્મચારી પેન્શન યોજના (EPS) માં ચાલ્યો જાય છે અને માત્ર 3.67 ટકા હિસ્સો જ તમારા ઈપીએફ (EPF) ખાતામાં જમા થાય છે.

વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?

ભલે વ્યાજ વર્ષના અંતે 31 માર્ચે ખાતામાં જમા થાય છે, પરંતુ ઇપીએફઓ (EPFO) તેની ગણતરી દર મહિનાના ક્લોઝિંગ બેલેન્સ પર કરે છે. સરકાર વાર્ષિક વ્યાજદર જાહેર કરતી હોવાથી, દર મહિનાનું વ્યાજ શોધવા માટે તેને 12 વડે ભાગવું પડે છે.

  • માસિક વ્યાજદરની ગણતરી માટેનું ફોર્મ્યુલા નીચે મુજબ છે

માસિક વ્યાજ દર = વર્ષિક વ્યાજ દર / 12 x 100

  • જો વાર્ષિક વ્યાજદર 8.25 ટકા હોય, તો માસિક વ્યાજદર આ મુજબ થશે:

માસિક વ્યાજ દર = 8.25 / 12 x 100 =0.006875 (એટલે કે 0.6875% )

દર મહિને 10,000 રૂપિયા જમા થવા પર આખું ગણિત

ધારી લઈએ કે 01 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે અને તમારું ઓપનિંગ બેલેન્સ ઝીરો છે. કર્મચારી અને કંપની બંનેનો હિસ્સો મળીને દર મહિને કુલ 10,000 રૂપિયા ખાતામાં જમા થાય છે:

  • એપ્રિલ મહિનો: જમા રકમ 10,000 રૂપિયા પર પ્રથમ મહિનાનું વ્યાજ 68.75 રૂપિયા બને છે.
  • મે મહિનો: જૂનું બેલેન્સ ઉમેરાતાં ક્લોઝિંગ બેલેન્સ 20,000 રૂપિયા થાય છે, જેના પર વ્યાજ 137.50 રૂપિયા બને છે.
  • જૂન મહિનો: ક્લોઝિંગ બેલેન્સ 30,000 રૂપિયા થતાં વ્યાજ 206.25 રૂપિયા બને છે.

આવી જ રીતે દર મહિને ક્લોઝિંગ બેલેન્સ 10-10 હજાર રૂપિયા વધતું જશે અને વ્યાજની રકમ પણ વધતી જશે. આખા 12 મહિનાના વ્યાજનો ચાર્ટ નીચે મુજબ છે,

  • એપ્રિલ: 68.75 રૂપિયા
  • મે: 137.50 રૂપિયા
  • જૂન: 206.25 રૂપિયા
  • જુલાઈ: 275.00 રૂપિયા
  • ઓગસ્ટ: 343.75 રૂપિયા
  • સપ્ટેમ્બર: 412.50 રૂપિયા
  • ઓક્ટોબર: 481.25 રૂપિયા
  • નવેમ્બર: 510.00 રૂપિયા
  • ડિસેમ્બર: 618.75 રૂપિયા
  • જાન્યુઆરી: 687.50 રૂપિયા
  • ફેબ્રુઆરી: 756.25 રૂપિયા
  • માર્ચ: 825.00 રૂપિયા
  • કુલ વ્યાજ: 5,362.50 રૂપિયા

31 માર્ચે તમારા ખાતા પર શું અસર થશે?

વર્ષના અંતે 31 માર્ચે ઇપીએફઓ આખા વર્ષ દરમિયાન ગણતરી થયેલા કુલ વ્યાજને તમારા કુલ જમા ભંડોળમાં ઉમેરી દે છે,

  • 31 માર્ચ સુધી તમારી કુલ જમા રકમ: 1,20,000 રૂપિયા
  • વર્ષભરનું કુલ વ્યાજ: 5,362.50 રૂપિયા
  • 31 માર્ચે કુલ ક્લોઝિંગ બેલેન્સ: 1,20,000 + 5,362.50 = 1,25,362.50 રૂપિયા
  • આગામી વર્ષે 1 એપ્રિલથી આ 1,25,362.50 રૂપિયા તમારા ખાતાનું ઓપનિંગ બેલેન્સ બની જશે. એટલે કે બીજા વર્ષે તમને આ વ્યાજ સહિતની પૂરી રકમ પર ફરીથી વ્યાજ મળશે, જેને ચક્રવૃદ્ધિ (કમ્પાઉન્ડિંગ) નો મોટો ફાયદો કહેવાય છે.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબત

નિયમ અનુસાર, દર મહિનાની 15 તારીખ પહેલાં પીએમના પૈસા ખાતામાં જમા થઈ જવા જોઈએ. જો કોઈ કંપની પૈસા જમા કરાવવામાં મોડું કરે, તો કર્મચારીને તે મહિનાના વ્યાજનું નુકસાન થઈ શકે છે. તમે ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ અથવા ઉમંગ એપ (Umang App) ની મદદથી દર મહિને તમારી પાસબુક અપડેટ જોઈ શકો છો.

નિવૃત્તિ પછી સારવારનો બધો ખર્ચ સરકાર ઉપાડશે, NPS ધારકો માટે આવી ગઈ નવી સ્વાસ્થ્ય સ્કીમ, જાણી લો કોને મળશે લાભ

Follow Us
Loading...
Unable to load recommendations.