EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો

|

Dec 29, 2021 | 9:09 AM

છેલ્લા કેટલાક સમયમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભવિષ્ય નિધિમાંથી નાણા ગાયબ થવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો
EPF Account scam

Follow us on

EPF Account scam: કર્મચારીઓ 30-32 વર્ષથી કામ કરી વૃત્તિ માટે તેમની આજીવન મૂડી બચાવી છે તેઓની પ્રોવિડન્ટ ફંડની મૂડી ગાયબ થવાની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા કેટલાક સમયમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભવિષ્ય નિધિમાંથી નાણા ગાયબ થવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. મુંબઈના કાંદિવલીમાં EPFOના કર્મચારીઓએ જ કોવિડ દરમિયાન મળેલી છૂટનો લાભ લઈને બંધ કંપનીઓમાંથી પૈસા ઉપાડ્યા હતા જેની તપાસ CBI સુધી પહોંચી છે. બંધ એરલાઈન કંપનીના કર્મચારીઓના ઈપીએફ ખાતામાંથી પણ પૈસા ગાયબ થઈ ગયા અને હવે ચંદીગઢથી પણ એક નવો મામલો સામે આવ્યો છે.

શું છે મામલો?
પંજાબ સ્મોલ ઈન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારી હરકેશ કુમાર રાણના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (EPF એકાઉન્ટ)માંથી 5 લાખ 39 હજાર રૂપિયા ગાયબ થઈ છે. હરકેશ ઇપીએફ ખાતામાં આટલી મોટી રકમ ગાયબ થવા અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે ઇપીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે નકલી મોબાઇલ નંબર, અલગ એકાઉન્ટ નંબર અને નકલી આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે હરકેશ પંજાબ સ્મોલ ઈન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશનનો એકમાત્ર કર્મચારી નથી. તેમની કંપનીના નિવૃત્ત કર્મચારી સુખદેવ સિંહના ખાતામાંથી EPF એકાઉન્ટમાંથી રૂ. 41 લાખ પણ ગાયબ થઈ ગયા છે. ચંદીગઢ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર બનાવટી દસ્તાવેજો દ્વારા લગભગ 10 કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

EPFO ના નાણાંની ઉચાપત 
EPFOમાં ગરબડનો આ એકમાત્ર કિસ્સો નથી. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં 100 કરોડ રૂપિયા સુધીના કૌભાંડ બદલ મુંબઈ ક્ષેત્રના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં બંધ કરાયેલી એરલાઇન કંપનીના કર્મચારીઓના પીએફ ખાતામાંથી પણ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. આ તમામમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓની મિલીભગતના પુરાવા પણ છે. આ સમગ્ર મામલામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે શ્રમ મંત્રાલયને આ મામલાઓની જાણકારી આપવામાં આવી છે. ઈપીએફ ચેરમેને પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. સામાન્ય લોકોની મહેનતની કમાણી સુરક્ષિત કરવા અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે EPFOની સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે.

પૈસાની ઉચાપત કેવી રીતે થાય છે?
કોરોનાવાયરસને કારણે લોકડાઉનમાં લોકોને રાહત આપવા માટે EPFOએ ઉપાડ માટેની શરતો હળવી કરી હતી જેનો લાભ લઈને આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઘટતી આવક અને નોકરીની ખોટને કારણે મોટી સંખ્યામાં લોકોએ તેમના ભવિષ્ય નિધિમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી જેનું તાત્કાલિક સમાધાન કરવું પડ્યું હતું. ટૂંકા સમયમાં મહત્તમ સમાધાન સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓએ તેમના લોગિન પાસવર્ડ અન્ય કર્મચારીઓ સાથે શેર કર્યા હતા. કેટલાક જુનિયર કર્મચારીઓએ આનો ફાયદો ઉઠાવીને વિવિધ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી

આ પણ વાંચો : જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે 

Published On - 8:55 am, Wed, 29 December 21

Next Article