Petrol-Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 8:32 AM

Petrol-Diesel Price Today : દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 29 ડિસેમ્બર બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. જણાવી દઈએ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 56 દિવસ થઈ ગયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારોમાં નરમ દેખાતા ક્રૂડ ઓઈલમાં અચાનક તેજી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. પરંતુ, હવે તેની કિંમતો એટલી વધી ગઈ છે કે તે ફરી એકવાર 80 ડોલરની નજીક આવી ગઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ એટલે કે બુધવારે કાચા તેલની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આજે WTI ક્રૂડ 0.13 ટકા વધીને 76.08 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ આજે 0.29 ટકા વધીને 79.17 ડોલર પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલની કિંમતમાં મામૂલી વધઘટ જોવા મળી રહી હતી પરંતુ હવે જ્યારે ઓઈલની કિંમતોમાં તેજી આવી છે ત્યારે તે ઝડપથી આગળ વધી રહી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર થાય છે ઓઈલ કંપનીઓ છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચો : જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે

આ પણ વાંચો : IPO : વર્ષ 2022 રોકાણકારો માટે બનશે કમાણીનું વર્ષ, આ ચાર મોટા IPO આપશે દસ્તક

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">