Employment મામલે હજુ ચિંતાજનક સ્થિતિ : ફેબ્રુઆરીમાં ગત વર્ષ કરતા 1.1 કરોડ જેટલી રોજગારીમાં ઘટાડો હોવાનું CMIE ના રિપોર્ટમાં સામે આવ્યું

|

Apr 02, 2021 | 5:45 PM

રોજગારી (Employment)મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે .ગયા વર્ષે કોરોનના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે (બિનખેતી મજૂરી) કામદારોમાં સામેલ લોકોની સંખ્યા ખૂબ ઓછી છે.

Employment મામલે હજુ ચિંતાજનક સ્થિતિ : ફેબ્રુઆરીમાં ગત વર્ષ કરતા 1.1 કરોડ જેટલી રોજગારીમાં ઘટાડો હોવાનું CMIE ના રિપોર્ટમાં સામે આવ્યું
આ વર્ષના ફેબ્રુઆરીમાં બેરોજગારની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20ની સરેરાશ કરતા 1.1 કરોડ વધારે છે.

Follow us on

રોજગારી (Employment)મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે .ગયા વર્ષે કોરોનના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે (બિનખેતી મજૂરી) કામદારોમાં સામેલ લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં બેરોજગારની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20ની સરેરાશ કરતા 1.1 કરોડ વધારે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) ના એક રિપોર્ટ અનુસાર કોવિડના કેસમાં ઉછાળાને પગલે તાજેતરની સ્થિતિ બેરોજગારી વધવાનું કારણ બની શકે છે.

પાછલા નાણાકીય વર્ષના સરેરાશ કરતા રોજગારનું સ્તર 2% ઘટ્યું
CMIEના સાપ્તાહિક વિશ્લેષણ મુજબ તાજેતરની રિકવરી પછી રોજગારનું સ્તર પાછલા નાણાકીય વર્ષના સરેરાશ કરતા 2% નીચે આવ્યું છે. જ્યાં સુધી કૃષિ બહારના વિસ્તારોમાં રોજગારની વાત છે ત્યાં ત્યાંની કુલ રિકવરીમાં 4% ઘટાડો થયો છે.

બેરોજગારમાં વેપારીઓ , નોકરિયાત અને રોજમદારનો પણ સમાવેશ
બિઝનેસ અને આર્થિક સંશોધન કંપની CMIEના જણાવ્યા અનુસાર, “કોવિડને કારણે લોકડાઉન થવાને કારણે નોકરી ગુમાવનારા 1.1 કરોડ લોકોમાં વેપારીઓ , નોકરિયાત અને રોજમદારનો પણ સમાવેશ થાય છે.” આ વર્ષના ફેબ્રુઆરીમાં રોજગારના આંકડા અનુસાર, વર્ષ 2019-20 માટે રોજગારના સરેરાશ આંકડાની તુલનામાં આ સમયગાળા દરમિયાન 30 લાખ વેપારીઓ, 38 લાખ નોકરિયાત લોકો અને 42 લાખ દૈનિક મજૂરોના રોજગાર છીનવાઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

છેલ્લા એક વર્ષમાં 70 લાખ લોકો બેરોજગાર બન્યા
CMIE અનુસાર ફેબ્રુઆરી 2021 માં રોજગારનો કુલ આંકડો એક વર્ષ અગાઉના 40.6 કરોડની તુલનામાં 39.9 કરોડ રહ્યો હતો. તદનુસાર, છેલ્લા એક વર્ષમાં 70 લાખ લોકો બેરોજગાર થયા છે.

Next Article