Elon Muskએ ટ્વિટર અધિગ્રહણનો સોદો કર્યો રદ? જાણો શું છે કારણ

|

May 13, 2022 | 4:33 PM

ગયા મહિને, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી, આ સાથે Elon Musk એ એક ટ્વિટર કરી બધાને આશ્ચરમાં મુકી દિધા છે,હવે જોવાનું એ રહ્યુ કે તે ફરીથી ટ્વિટર સોદા અંગે વિચારશે કે કેમ

Elon Muskએ ટ્વિટર અધિગ્રહણનો સોદો કર્યો રદ? જાણો શું છે કારણ
Elon-musk

Follow us on

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO એલોન મસ્કે કહ્યું કે ટ્વિટરને હસ્તગત કરવાનો સોદો અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યો છે. ગયા મહિને, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે (Elon Musk) ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. મસ્કએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્પામ અથવા નકલી એકાઉન્ટ્સ માઇક્રોબ્લોગિંગ સાઇટના કુલ યુઝરબેઝના 5 ટકાથી ઓછા હિસ્સો ધરાવે છે તે શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી સોદો અટકાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્વિટર ખરીદવા માટે તેણે 19 રોકાણકારો પાસેથી 7 બિલિયન ડોલર એટલે કે 50,000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે.

Twitter ડીલ અસ્થાયી ધોરણે મુલતવી રાખી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બે કર્મચારીની છટણી

એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ ટ્વિટર બોર્ડમાં ખળભળાટ મચી ગયો છે. ટ્વિટર પરથી બે કર્મચારીની છટણી કરવામાં આવી છે. બરતરફ કરાયેલા બે કર્મચારીઓમાં ટ્વિટરના જનરલ મેનેજર ક્યવાન બેકોર અને કંપનીના રેવન્યુ અને પ્રોડક્ટ હેડ બ્રુસ ફોકનો સમાવેશ થાય છે.

50,000 કરોડનું ભંડોળ ઊભું કર્યું

મસ્ક રોકાણકારોના જૂથમાંથી 50 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. આ ફંડ કુલ 19 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવ્યું છે. ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન એવા રોકાણકારોમાં સામેલ છે જે મસ્કના રોકાણ પ્રસ્તાવનો ભાગ બનશે.

વધુમાં, સાઉદી ક્રાઉન પ્રિન્સ અલવાલીદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝ અલસાઉદે મસ્કના સમર્થનમાં ટ્વિટરના શેર ખરીદવા 35 મિલિયન ડોલરનું વચન આપ્યું છે.

44 અબજ ડોલરનો સોદો

ટ્વિટરને ખરીદવાની આ ડીલ 44 બિલિયન ડોલરની છે. આ ડીલને પૂર્ણ કરવા માટે ટ્વિટરના નામે 13 બિલિયન ડોલરની લોનની વ્યવસ્થા કરવામાં આવી છે, ટેસ્લાના શેરો પર 12.5 બિલિયન ડોલરની માર્જિન લોનની વ્યવસ્થા કરવામાં આવી છે, બાકીની રકમ મસ્ક પોતાના ખિસ્સામાંથી ચુકવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

13 બિલિયન ડોલરનું આ દેવું વર્ષ 2022 માટે ટ્વિટરના અંદાજિત EBITDA કરતાં 7 ગણું છે. આ જ કારણ છે કે કેટલીક બેંકોએ માત્ર માર્જિન લોન આપવામાં જ ભાગ લીધો છે.

ઉલ્લેખનીય છે કે સ્કે 14 એપ્રિલે ટ્વિટરને તેની ઑફર આપી હતી, જ્યારે 21 એપ્રિલે મસ્કે બેંકોને લોન આપવાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી, ત્યારબાદ જ ટ્વિટરે ડીલને લીલી ઝંડી આપી હતી.

Published On - 4:22 pm, Fri, 13 May 22

Next Article