ભારતમાં Teslaને લોન્ચ કરવાને લઈને એલોન મસ્કનું મોટું નિવેદન, Olaના ભાવિશ અગ્રવાલે આપ્યો વળતો જવાબ

|

May 28, 2022 | 7:24 PM

ટેસ્લાના (Tesla) સીઈઓ એલોન મસ્કે (Elon Musk) કહ્યું કે જ્યાં સુધી તેમને ભારતમાં ટેસ્લા કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભારતમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં. છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્લા ભારતમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

ભારતમાં Teslaને લોન્ચ કરવાને લઈને એલોન મસ્કનું મોટું નિવેદન, Olaના ભાવિશ અગ્રવાલે આપ્યો વળતો જવાબ
Elon Musk
Image Credit source: REUTERS/Stephen Lam

Follow us on

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે એલોન મસ્ક ભારતમાં ટેસ્લાને (Tesla in India) લોન્ચ કરશે. જો કે સરકાર દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી છે, જેને એલન મસ્ક (Elon Musk) પૂરી કરવા માગતા નથી. ભારતમાં ટેસ્લાના લોન્ચિંગ અંગે મસ્કે શુક્રવારે ટ્વીટર પર જણાવ્યું હતું કે ટેસ્લા કોઈપણ દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં, જ્યાં સુધી તેને પહેલા વેચાણ માટે અને સર્વિસ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં ન આવે. ઓલા ઈલેક્ટ્રીકના ભાવિશ અગ્રવાલે મસ્કના ટ્વીટનો યોગ્ય જવાબ આપ્યો છે. ટ્વીટનો જવાબ આપતા તેમણે લખ્યું, “Thanks, but no thanks!”. ભારતમાં એલોન મસ્કની ઈલેક્ટ્રિક વાહન કંપનીની એન્ટ્રીની ચર્ચા વર્ષ 2019થી થઈ રહી છે.

ઈલેક્ટ્રિક વાહનની આયાતની વાત કરીએ તો જો કોઈ વાહનની કિંમત 40 હજાર ડોલર એટલે કે 30 લાખથી ઓછી હોય તો તે કારને વિદેશથી આયાત કરવા પર 60 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગે છે. જો કારની કિંમત 40 હજાર ડોલરથી વધુ છે તો 100 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચીનથી લાવીને ભારતમાં વેચવા માંગે મસ્ક

એશિયાની વાત કરીએ તો ચીનના શાંઘાઈ શહેરમાં ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. મસ્ક ઈચ્છે છે કે ભારત સરકાર ચીનમાંથી ટેસ્લા કાર આયાત કરીને તેને બજારમાં વેચવાની છૂટ આપે. ભવિષ્યમાં, તે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનું વિચારશે. સરકાર આ વાતની તરફેણમાં નથી. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ટેસ્લા એશિયાનું બીજું મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં નહીં પણ ઈન્ડોનેશિયામાં સ્થાપવા પર વિચાર કરી રહી છે.

ઈલેક્ટ્રિક વાહનને લઈને સરકારની મોટી યોજના

સરકાર પાસે ઈલેક્ટ્રિક વાહનોને લઈને મહત્વકાંક્ષી યોજના છે. આવી સ્થિતિમાં ટેસ્લા એક મહત્વપૂર્ણ બ્રાન્ડ બની જાય છે, જેની ઓળખ વૈશ્વિક છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ સિવાય ઈલેક્ટ્રિક કાર ખરીદનારાઓને ઘણા પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આમાં 10 હજાર કરોડની FAME-2 સ્કીમ પણ છે. આ સિવાય 18 હજાર કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ છે, જેનો ફાયદો ઉત્પાદકોને થાય છે. સરકારને આશા હતી કે ટેસ્લા PLI સ્કીમમાં જોડાશે, પરંતુ તેમ થયું નહીં.

ચીનના શાંઘાઈ શહેરમાં છે ગીગા ફેક્ટરી

પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે ટેસ્લાને ચીનમાં ઉત્પાદિત કાર લાવવા અને તેને ભારતીય બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવે છે તો તેને ઘણા ફાયદા થશે. હાલમાં, શાંઘાઈમાં ટેસ્લાની ગીગા ફેક્ટરી ભારતની સૌથી નજીક છે.

Next Article