આપણે પોતાનું ઘર એટલે કે ઘરનું ઘર બનાવા પાછળ પૂરી જીંદગી ખર્ચી નાખી છીએ ત્યારે દુનિયાના સૌથી અમીર વ્યકિત જે ધારે તો અનેકો ઘર લઈ શકે તેમ છે છતાં તેણે પોતાનું ઘર વેચી નાખ્યું વાત છે Tesla અને SpaceX CEO Elon Musk ની જેઓએ પોતાનું છેલ્લુ ઘર પણ વેચી દીધું છે. મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે કહીં શકાય કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે પોતાનું એક પણ ઘર નથી. એવું શા માટે છે એ અમે તમને જણાવીશું.
જણાવી દઈએ કે, એલોન મસ્ક સતત કહેતા આવ્યા છે કે, તેઓ પોતાના ઘર સહિત પોતાની વસ્તુઓ વેચવા માગે છે. Elon Musk એ સેન ફ્રાન્સિસ્કોમાં પોતાનું ઘર 30 મિલિયન ડોલર્સમાં વેચી દીધું છે. આ પહેલા પણ તેઓએ પોતાના ઘર (Own House) અન્ય ઘર વેચ્યા છે. આ તેમનું છેલ્લુ ઘર હતું.
બિઝનેસ ઈન્સાઈડરે પોતાના એક અહેવાલમાં કહ્યું કે સૈન ફ્રાન્સિસ્કો (San Francisco) બે અરિયામાં એલોન મસ્કની 47 એકરની પ્રોપર્ટી હતી. એક વેબસાઈટ અનુસાર તેને 2 ડિસેમ્બરે 30 મિલિયન ડોલર્સમાં વેચી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સૈન ફ્રાન્સિસ્કો સ્થિત આ ઘરને એલોન મસ્કે 2017 માં 23 મિલિયન ડોલર્સમાં ખરીદ્યુ હતું. ત્યાર બાદ તેઓએ પોતાના બધા ઘરોને વેચવાનું શરૂ કર્યું. જોકે સૈન ફ્રાન્સિસ્કો વાળુ આ ઘર સૌથી છેલ્લે વેચ્યું છે.
જોકે, એલોન મસ્ક ઘણા સમયથી કહી રહ્યા હતા કે તેઓ ઘરને વેચી રહ્યા છે એટલા માટે સૈન ફ્રાન્સિસ્કો વાળુ આ ઘર ન વેચવા પર તેમને ટ્વીટર પર ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવ્યા છે. આ ઘરને વેચ્યા બાદ હવે એલોન મસ્ક પાસે કોઈ ઘર નથી હોય. હાલ એલોન મસ્ક રેન્ટ પર રહે છે. ત્યારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રેન્ટ પર રહે છે જેથી તેઓ પાસે હાલ પુરતુ તો પોતાનું કોઈ ઘર નથી.
એલોન મસ્ક શા માટે વેચી રહ્યા છે પોતાની પ્રોપર્ટી ?
એલોન મસ્ક દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. ત્યારે તેઓને પોતાના ઘરને વેચવાની શું જરૂર છે ? આ સવાલ તમારા મનમાં થયો હશે ત્યારે તેને જવાબ છે કે, હકીકતમાં એલોન મસ્કએ કહ્યું હતું કે, 2050 સુધી તેઓ 10 લાખ લોકોને મંગળ પર મોકલવા માગે છે.
ત્યાં કોલોની વસાવા માટે પોતાની તમામ પ્રોપર્ટી વેચીવા માગે છે તેવું તેમનું માનવું છે. મે માં એલોન મસ્કે કહ્યું હતું કે, તેઓ પોતાની તમામ પ્રોપર્ટીને વેચીને મંગળ પર કોલોની વસાવશે અને આગળ જતાં તેઓ પાતાની પાસે કોઈ પણ ઘર રાખવા ઈચ્છતા નથી.
આ પણ વાંચો: તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો