AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રોડબેન્ડની દુનિયામાં એરટેલ, જિયોને જોરદાર ટક્કર આપશે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, ગ્રામીણ ભારતથી કરશે તેની શરૂઆત

એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંક ભારતમાં 10 ગ્રામ્ય લોકસભા વિસ્તારોમાંથી તેની સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીની યોજના અનુસાર આ કંપની ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે.

બ્રોડબેન્ડની દુનિયામાં એરટેલ, જિયોને જોરદાર ટક્કર આપશે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, ગ્રામીણ ભારતથી કરશે તેની શરૂઆત
Elon Musk
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:23 PM
Share

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk)એ ભારતની ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તેમની સેટેલાઈટ કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેવા ખૂબ જ જલ્દી શરૂ કરવા જઈ રહી છે. કંપનીના ટોચના મેનેજમેન્ટ પાસેથી મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર સ્ટારલિંક ભારતમાં 10 ગ્રામ્ય લોકસભા વિસ્તારોમાંથી તેની સેવા શરૂ કરશે.

માનવામાં આવે છે કે કંપનીના અધિકારીઓ આ અંગે લોકસભાના સભ્યો, મંત્રીઓ અને મહત્વના અધિકારીઓ સાથે ટૂંક સમયમાં એક વર્ચ્યુઅલ મીટિંગ કરશે. સ્ટારલિંક એલોન મસ્કની સેટેલાઈટ બ્રોડબેન્ડ કંપની છે. અત્યાર સુધીની યોજના અનુસાર આ કંપની ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે. શરૂઆતમાં તે 2 લાખ ટર્મિનલ માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે.

ડુંગરાળ અને ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ સુલભ હશે

સ્ટારલિંક સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ સેવા પૂરી પાડે છે. આની મદદથી ડુંગરાળ, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ગમે ત્યાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. સ્ટારલિંકના ઈન્ડિયા હેડ સંજય ભાર્ગવે કહ્યું કે આ મહિને તેઓ સાંસદો, અધિકારીઓ અને મંત્રીઓ સાથે મહત્વની બેઠકો યોજી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે એમ પણ કહ્યું કે સ્ટારલિંકના બ્રોડબેન્ડ કનેક્શન માટે 5000થી વધુ અરજીઓ આવી છે.

7400 રૂપિયા ચાર્જ લેવામાં આવશે

સ્ટારલિંક બ્રોડબેન્ડ સેવા માટે 99 ડોલર અથવા લગભગ 7,350 રૂપિયા પ્રતિ ગ્રાહક ચાર્જ કરી રહી છે. તેના બદલે તે 50-150 મેગાબિટ પ્રતિ સેકન્ડની ઝડપ આપશે. ભાર્ગવે કહ્યું કે ગ્રામીણ સંસદીય ક્ષેત્રમાં જ્યાંથી વધુ માંગ આવશે, ત્યાંથી આ સેવા શરૂ કરવામાં આવશે.

જીયો, એરટેલ, વોડાફોન જેવી કંપનીઓ સાથે કરશે સ્પર્ધા

સ્ટારલિંક સીધી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ સમર્થિત વનવેબ (OneWeb) સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે ભારતી એરટેલ બેંકિંગ કંપની વનવેબ ભારતમાં મે 2022થી તેની સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તે એક સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની છે.

સરકાર 5Gની હરાજીની પ્રક્રિયામાં છે

આ તરફ સરકાર આગામી વર્ષની શરૂઆતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાનું વિચારી રહી છે. આ માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટ્રાઈ પાસેથી સૂચનો પણ માંગ્યા છે. સેટેલાઈટ આધારિત કંપનીઓ જે બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડે છે, તેઓ નથી ઈચ્છતા કે ટેલિકોમ કંપનીઓ માટે નવું સ્પેક્ટ્રમ જાહેર કરવામાં આવે.

આ પણ વાંચો : Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">