ટેસ્લાના (Tesla) સ્થાપક અને સીઈઓ એલોન મસ્ક (Elon Musk) લોકોને નોકરી પર રાખવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે હવે કહ્યું છે કે ભારતીય મૂળના અશોક એલુસ્વામી (Ashok Elluswamy) એવા પ્રથમ કર્મચારી હતા, જેમને સોશીયલ મીડિયા (Social Media) દ્વારા ઈલેક્ટ્રિક વાહન કંપનીની ઓટોપાયલટ ટીમ માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા.
મસ્કે પોતાના ઈન્ટરવ્યુના વીડિયોના જવાબમાં ટ્વીટમાં કહ્યું કે અશોક મારા ટ્વીટ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા પહેલાં વ્યક્તિ હતા. તેમણે કહ્યું કે ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા એક ઓટોપાયલટ ટીમ શરૂ કરી રહી છે. મસ્કે કહ્યું કે અશોક હાલમાં ઓટોપાયલટ એન્જિનિયરિંગના પ્રમુખ છે.
તેણે વધુમાં કહ્યું કે એન્ડ્રેજ એઆઈના ડિરેક્ટર છે. મસ્કના કહેવા પ્રમાણે લોકો ઘણીવાર તેમને અને એન્ડ્રેજને ખૂબ જ શ્રેય આપે છે. તેમણે કહ્યું કે ટેસ્લા ઓટોપાયલટ AI ટીમ ઘણી પ્રતિભાશાળી છે. તેઓ વિશ્વના સૌથી સ્માર્ટ લોકોમાંના એક છે.
ટેસ્લામાં જોડાતાં પહેલાં એલુસ્વામી (Elluswamy) વૉક્સવેગન ઈલેક્ટ્રોનિક રિસર્ચ લેબ અને WABCO વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંકળાયેલા હતા. તેમણે ચેન્નાઈની કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગિન્ડી (Guindy)માંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે કાર્નેગી મેલોન (Carnegie Mellon) યુનિવર્સિટીમાંથી રોબોટિક્સ સિસ્ટમ્સ ડેવલપમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
મસ્કે એક ટ્વીટમાં કહ્યું કે તે કોઈ પણ પૈસા વગર અમેરિકા આવ્યા હતા અને ગ્રેજ્યુએશન સમયે તેના પર એક લાખ ડોલરથી વધુનું દેવું હતું. તેમણે કહ્યું કે આ શિષ્યવૃત્તિ અને શાળા સમય દરમિયાન બે નોકરીમાં કામ કરવા છતા તેઓ એક પોસ્ટ પર રીપ્લાઈ કરી રહ્યા હતા, જે તેમના અમેરિકા જવા પર હતી. જ્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી.
એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 270 બિલિયન ડોલર છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 114 અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2021 મસ્ક માટે શાનદાર રહ્યું છે. તેમણે ઘણી સફળતાઓ હાંસલ કરી. વાર્ષિક ધોરણે સંપત્તિ વધારવાના મામલે પણ તેઓ વિશ્વમાં નંબર વન છે.
આ પણ વાંચો : વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર