Edible Oil Price: આમ આદમીને મોંઘવારીમાંથી મળશે રાહત, સરકારના નિર્ણયથી ખાદ્યતેલના ભાવ ઘટવા લાગ્યા

|

Jun 21, 2022 | 2:28 PM

Edible Oil Price : આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાને કારણે ગયા વર્ષે ખાદ્યતેલોના ભાવમાં જોરદાર વધારો થયો હતો. ભારત સ્થાનિક માંગને પહોંચી વળવા દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે. આયાત સસ્તી થવાથી ખાદ્યતેલો હવે સસ્તા થઈ રહ્યા છે.

Edible Oil Price: આમ આદમીને મોંઘવારીમાંથી મળશે રાહત, સરકારના નિર્ણયથી ખાદ્યતેલના ભાવ ઘટવા લાગ્યા
Edible Oil Prices Drop

Follow us on

હવે તમને મોંઘા તેલમાંથી થોડી રાહત મળવાની છે. ખાદ્યતેલો (Edible Oil) પરની આયાત જકાત ઘટાડવાના સરકારના પગલાની હવે તેની અસર જોવા મળી રહી છે. મધર ડેરી બાદ અદાણી વિલ્મરે પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિલ્હી-એનસીઆરમાં દૂધ વેચતી અગ્રણી કંપની મધર ડેરીએ તેની ખાદ્યતેલ બ્રાન્ડ ધારાના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15નો ઘટાડો કર્યો હતો. આ પછી હવે દેશની અગ્રણી FMCG કંપની અદાણી વિલ્મરે પણ તેના ખાદ્યતેલના ભાવમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ખાદ્યતેલમાં ભાવ ઘટાડો શા માટે થયો?

ખાદ્યતેલમાં ભાવ ઘટાડાના બે કારણો છે. પ્રથમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો અને દેશમાં ખાદ્યતેલોની આયાત પરની ડ્યુટીમાં સરકાર દ્વારા ઘટાડો. અદાણી વિલ્મરે તેના ફોર્ચ્યુન રિફાઇન્ડ ઓઇલના એક લિટર પેકની MRP રૂ. 220 થી ઘટાડીને રૂ. 210 પ્રતિ લિટર કરી છે. ફોર્ચ્યુન સોયાબીન અને ફોર્ચ્યુન કચ્છી ઘની મસ્ટર્ડ ઓઈલના એક લિટર પેકની નવી MRP હવે રૂ. 195 થશે, જે અગાઉ રૂ. 205 હતી. હવે તમે આ કિંમત સાંભળીને તરત જ માર્કેટમાં નહીં પહોંચી શકો. અત્યારે તમને જૂની MRP સાથે એ જ સામાન મળશે. કંપનીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બજારમાં નવો MRP સ્ટોક ઉપલબ્ધ કરાવશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે સરકાર દ્વારા ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલ સસ્તું થઈ રહ્યું છે.

સસ્તા તેલના કારણે માગ પણ વધશે

અદાણી વિલ્મરના MD અને CEO અંગશુ મલિકનું કહેવું છે કે તેમની કંપની ખર્ચમાં ઘટાડાનો લાભ તેના ગ્રાહકો સુધી પહોંચાડી રહી છે. અંગશુનું માનવું છે કે સસ્તા ખાદ્યતેલના કારણે માગ પણ વધશે જે ફાયદાકારક રહેશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ખાદ્યતેલ 15 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું

મધર ડેરીનું ધારા મસ્ટર્ડ ઓઈલનું એક લીટર પેક હવે રૂ. 193ની એમઆરપી પર આવશે જે અગાઉ રૂ. 208ની એમઆરપી હતી. ધારા રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ હવે 220 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. જે અત્યાર સુધી 235 રૂપિયામાં વેચાઈ રહી છે. હવે તમને ધારા રિફાઇન્ડ સોયાબીન તેલનું એક લિટર પેક 194 રૂપિયામાં મળશે. તેની પહેલા કિંમત 209 રૂપિયા હતી.

મધર ડેરીએ ધારા ખાદ્યતેલના તમામ પ્રકારોમાં મહત્તમ છૂટક કિંમતમાં 15 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. નવા MRPનો સ્ટોક આવતા સપ્તાહથી બજારમાં આવવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાને કારણે ગયા વર્ષે ખાદ્યતેલોના ભાવમાં ભારે વધારો થયો હતો. ભારત સ્થાનિક માગને પહોંચી વળવા દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્યતેલની આયાત કરે છે. આયાત સસ્તી થવાના કારણે હવે ખાદ્યતેલો સસ્તા થઈ રહ્યા છે.

Published On - 2:28 pm, Tue, 21 June 22

Next Article