Share Market: શેરબજારના ગયા સપ્તાહે રેકોર્ડબ્રેક પ્રદર્શન અને શુક્રવારે ભારે ઘટાડા વચ્ચે જ્યાં મોટી કંપનીઓના શેર ગગડ્યા હતા, ત્યાં નાની કંપનીઓના શેરોએ સારૂ વળતર આપ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં E2E નેટવર્ક્સ (e2e networks) લિમિટેડના શેર્સે તેના રોકાણકારોના નાણાના દોઢ ગણા કરતાં વધુની કમાણી કરાવી છે.
17 જુલાઈ, 2023ના રોજ E2E નેટવર્કના શેરની કિંમત રૂ. 169.60 હતી. માત્ર પાંચ દિવસમાં તે 53.24 ટકા વધીને રૂ. 259.90 પર પહોંચી ગયો છે. જે કોઈ રોકાણકારે પાંચ દિવસ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તેના રૂ. 1 લાખ હવે રૂ. 1.53 લાખ થઈ જશે. ગયા એક સપ્તાહમાં આ કંપનીના શેરે 56 ટકાથી વધુ વળતર આપ્યું છે. 13 એપ્રિલ, 2022થી આ શેરે શેર દીઠ રૂ. 116.40 નો નફો આપ્યો છે. તેણે આ સમયગાળા દરમિયાન 81 ટકાથી વધુ વળતર આપ્યું છે.
આ પણ વાંચો: PF ખાતા ધારકો માટે સારા સમાચાર, પીએફ પર મળશે 8.15 ટકા વ્યાજ, 6 કરોડથી વધારે લોકોને થશે ફાયદો
E2E નેટવર્ક્સનો 52 સપ્તાહની સૌથી ટોચ પર રૂ. 278.15 અને સૌથી નીચલા સ્તરે રૂ. 164.05 હતો. એક વર્ષમાં તેમાં 74 ટકાથી વધુનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ સ્મોલ કેપ સ્ટોકમાં પ્રમોટરોનો ભાગ 59.71 ટકા છે. છેલ્લા 4 ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોનો ભાગ 1.66 ટકા જેટલો જ રહ્યો છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય ઈન્વેસ્ટરોએ પોતાનો ભાગ 15.01થી ઘટાડીને 12.98 ટકા જેટલો કર્યો છે.
ત્યારે આ કંપનીના શેરની આજની સ્થિતિની વાત કરવામાં આવે તો સવારે 9.15 વાગ્યે શેરનો ભાવ 256.95 રૂપિયા હતો. ત્યારબાદ 11.35 કલાકે શેર 238 પર પહોંચ્યો હતો અને તે પછી શેરનો ભાવ ઉપર ગયો અને 12.55 કલાકે પરત 257.90 પર પહોંચ્યો હતો. જો કે માર્કેટ બંધ થયુ તે સમયે શેરની કિંમત 242 પર હતી. એટલે કે એકંદરે E2E નેટવર્કના શેરની કિંમતમાં દિવસભર ચઢાવ-ઉતાર રહ્યો.