રૂપિયાની સામે ડોલર ઘૂંટણીયે, આગામી દિવસોમાં વધુ મજબૂત થઈ શકે છે રૂપિયો

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ડોલર ઇન્ડેક્સ 3 વર્ષમાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ડોલર ઇન્ડેક્સ 95ના સ્તર સુધી પહોંચી શકે છે.

રૂપિયાની સામે ડોલર ઘૂંટણીયે, આગામી દિવસોમાં વધુ મજબૂત થઈ શકે છે રૂપિયો
| Updated on: Apr 21, 2025 | 12:04 PM

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીદ અને ટેરિફ યુદ્ધ ડોલરને સતત નુકસાન પહોંચાડી રહ્યું છે ? સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ડોલર ઇન્ડેક્સ 3 વર્ષમાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ડોલર ઇન્ડેક્સ 95ના સ્તર સુધી પહોંચી શકે છે. બીજી તરફ, યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ ડોલરના ઘટાડાને સંભાળવા માટે કઈંક આગેકૂચ કરવી પડી શકે છે. બીજી તરફ, રૂપિયામાં તો શાનદાર તેજી જોવા મળી રહી છે. રૂપિયામાં 1.60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાતોના મતે, રૂપિયો 82 થી 83 ની વચ્ચે જઈ શકે છે અને તેની મજબૂત છાપ છોડી શકે છે. જો સોમવારની વાત કરીએ તો, શરૂઆતમાં જ રૂપિયો અમેરિકી ડોલર પર ભારે પડ્યો છે. રૂપિયો અમેરિકન ડોલરની તુલનામાં 33 પૈસો વધીને 85.05 પર પહોંચી ગયો છે.

રૂપિયામાં સતત પાંચમા દિવસે વધારો

ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 85.15 પર ખુલ્યો છે અને પછી શરૂઆતમાં ડોલર સામે 85.05 પર પહોંચ્યો, જે તેના અગાઉના ક્લોઝિંગ લેવલ કરતાં 33 પૈસા વધુ હતો. ગુરુવારે, રૂપિયો અમેરિકન ડોલર સામે 26 પૈસા વધીને 85.38 પર ક્લોઝ થયો હતો અને શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે બજાર બંધ હતું. જોકે, છેલ્લા ચાર ચાલુ દિવસોમાં અને આજના વધારામાં ડોલર સામે રૂપિયામાં 160 પૈસાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, જો ડોલર ઇન્ડેક્સ 95 સ્તર સુધી પહોંચી શકે છે, તો રૂપિયો પણ 82-83ના સ્તર સુધી પહોંચી શકે છે.

ડોલર ઇન્ડેક્સ 9 ટકા ઘટ્યો

આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર ઇન્ડેક્સ (DXY) 9 ટકાથી વધુ ઘટ્યો હોવાથી યુએસ ડોલર પર દબાણ વધી રહ્યું છે. સીઆર ફોરેક્સ એડવાઇઝર્સના એમડી અમિત પબારીએ જણાવ્યું હતું કે, ફેડ ચેર જેરોમ પોવેલે સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું છે અને તાત્કાલિક દર ઘટાડાનો સંકેત હજુ આપ્યો નથી. પબારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રૂપિયાની અને ડોલરની જોડી 85.00-85.50ની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, 85થી નીચેની નિર્ણાયક બ્રેક રૂપિયામાં વધુ તેજી લાવી શકે છે.

બિઝનેસને લગતા અન્ય સમાચાર વાંચવા માટે  અહીં ક્લિક કરો.. 

Published On - 12:03 pm, Mon, 21 April 25