રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine war)ને કારણે વિશ્વભરનું ચલણ નબળું પડી રહ્યું છે. ભારતીય ચલણ રૂપિયો(Rupee) પણ ઘટાડાથી દૂર રહી શક્યો છે. રૂપિયાને ગગડવાથી બચાવવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે તેના ફોરેન એક્સચેન્જ ફંડમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં જબરદસ્ત વધારાને કારણે ભારતીય ચલણ દબાણ હેઠળ છે. આરબીઆઈએ રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ડોલર(Dollar) વેચવાનું શરૂ કર્યું છે. આ પગલાંથી આયાત કરતી કંપનીઓને મોંઘા ડોલર ચૂકવી ખરીદી ન કરવી પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવ 115 ડોલર પ્રતિ બેરલની આઠ વર્ષની ઊંચી સપાટીને પાર કરી ગયા છે.મોંઘા ક્રૂડ ઓઈલથી દેશમાં મોંઘવારી વધવાની ધારણા છે. જયારે આરબીઆઈ ડોલરનું વેચાણ કરે છે ત્યારે તે બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડ ઘટાડવા માટે રૂપિયો ખરીદે છે. જેના કારણે કિંમતોમાં વધારો થઈ શકે છે.
જો ડોલર સામે રૂપિયો નબળો પડે તો મોંઘવારી વધુ મજબૂત બને છે. મોંઘવારી વધે તો લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. જ્યારે ચીજવસ્તુઓની કિંમત વધે છે ત્યારે લોકોની ખરીદશક્તિ ઘટી જાય છે. આ સિવાય રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થાય છે. આયાત બિલમાં વધારાને કારણે દેશની રાજકોષીય ખાધ વધે છે.
આ પણ વાંચો : MONEY9: ગિફ્ટ પર પણ ટેક્સ હોય છે? જાણવા માટે જુઓ વીડિયો
આ પણ વાંચો : MONEY9: જૂની પેન્શન સ્કીમ અમલી બનશે તો સરકારને શું થશે અસર? જુઓ આ વીડિયોમાં