શું તમે જાણો છો સૌથી વધુ અબજોપતિ ક્યા દેશ અને શહેરમાં રહે છે? રસપ્રદ માહિતી માટે વાંચો અહેવાલ

|

Apr 09, 2021 | 8:48 AM

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ (Frobes)ના અબજોપતિઓની તાજેતરની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં ક્યાં સૌથીવધુ અબજપતિ રહે છે તે હકીકત સામે આવી છે.

શું તમે જાણો છો સૌથી વધુ અબજોપતિ ક્યા દેશ અને શહેરમાં રહે છે? રસપ્રદ માહિતી માટે વાંચો અહેવાલ
વિશ્વના સૌથી વધુ અબજોપતિઓ જ્યાં વસવાટ કરે છે તે શહેરોની યાદીમાં મુંબઈ આઠમા સ્થાને છે.

Follow us on

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ (Frobes)ના અબજોપતિઓની તાજેતરની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં ક્યાં સૌથીવધુ અબજપતિ રહે છે તે હકીકત સામે આવી છે. રિપોર્ટ અનુસાર વિશ્વના દેશની તુલનામાં ભારત ત્રીજા ક્રમે છે જયારે TOP -10 ની યાદીમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈ આઠમાં સ્થાને છે. આ યાદી મુજબ બેઇજિંગમાં 33 નવા અબજોપતિ જોડાયા હતા.બેઇજિંગ ન્યૂયોર્કથી આગળ નીકળી ગયું છે અને ચોથા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચ્યું છે.

વર્ષોથી આ યાદીમાં ન્યુ યોર્ક પ્રથમ ક્રમે હતું. ફોર્બ્સના લિસ્ટ મુજબ બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, ન્યુ યોર્કમાં અબજોપતિઓની સંખ્યા 99 પર પહોંચી ગઈ છે.

અબજોપતિ સાથે ટોચના 10 શહેરોની સૂચિ
1. બેઇજિંગ
2. ન્યુ યોર્ક
3. હોંગકોંગ
4. મોસ્કો
5. શેનજેન
6. શાંઘાઈ
7. લંડન
8. મુંબઈ
9. સાન ફ્રાન્સિસ્કો
10. હંગઝોઉ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે
ફોર્બ્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ 724 અબજોપતિ છે. આ પછી ચીન 698 અબજોપતિ સાથે છે અને ભારત 140 અબજોપતિ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી, જર્મની અને રશિયા છે.

જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોચ પર
એમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોચ પર છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે બેઝોસની કુલ સંપત્તિ 177 અબજ ડોલર છે જે એક વર્ષ અગાઉ 64 અબજ ડોલર હતી. આ લિસ્ટમાં બીજા સ્થાને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક છે જેમની સંપત્તિમાં પણ ખુબ વધારો થયો છે. પાછલા વર્ષ કરતા મસ્કની કુલ સંપત્તિ 126.4 અબજ ડોલર વધીને 151 અબજ ડોલર થઈ છે. ગયા વર્ષે તે 24.6 અબજ ડોલર સાથે આ યાદીમાં 31 મા સ્થાને હતા.

Next Article