ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ માત્ર નોકરી કરતા કે મોટો બિઝનેસ ચલાવતા લોકો માટે જ જરૂરી છે, તેવી માન્યતા તદ્દન ખોટી છે. ઘર સંભાળતી મહિલાઓ એટલે કે ગૃહિણીઓ ભલે નિયમિત પગાર મેળવતી ન હોય, પરંતુ જો તેમની આવક અન્ય સ્ત્રોતોમાંથી થતી હોય અને તે સરકારની નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય, તો તેમના માટે પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું કાયદાકીય રીતે ફરજિયાત બની જાય છે. ગૃહિણીઓની આવી આવક સામાન્ય રીતે ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ (Income from Other Sources) ની શ્રેણીમાં ગણવામાં આવે છે.
નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) માં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. જો કોઈ ગૃહિણીની વાર્ષિક આવક આ મર્યાદા વટાવી જાય, તો તેણે આઇટીઆર ફાઇલ કરવું પડે છે.
| નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) | ટેક્સ દર | જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) | ટેક્સ દર |
| 4 લાખ રૂપિયા સુધી | શૂન્ય | 2.5 લાખ રૂપિયા સુધી | શૂન્ય |
| 4 લાખથી 8 લાખ રૂપિયા સુધી | 5% | 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી | 5% |
| 8 લાખથી 12 લાખ રૂપિયા સુધી | 10% | 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી | 20% |
| 12 લાખથી 16 લાખ રૂપિયા સુધી | 15% | 10 લાખ રૂપિયાથી વધુ | 30% |
| 16 લાખથી 20 લાખ રૂપિયા સુધી | 20% | Nill | Nill |
| 20 લાખથી 24 લાખ રૂપિયા સુધી | 25% | Nill | Nill |
| 24 લાખ રૂપિયાથી વધુ | 30% | Nill | Nill |
| નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) | ટેક્સ દર | જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) | ટેક્સ દર |
| 4 લાખ રૂપિયા સુધી | શૂન્ય | 3 લાખ રૂપિયા સુધી | શૂન્ય |
| 4 લાખથી 8 લાખ રૂપિયા સુધી | 5% | 3 લાખથી 5 લાખ રૂપિયા સુધી | 5% |
| 8 લાખથી 12 લાખ રૂપિયા સુધી | 10% | 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી | 20% |
| 12 લાખથી 16 લાખ રૂપિયા સુધી | 15% | 10 લાખ રૂપિયાથી વધુ | 30% |
| 16 લાખથી 20 લાખ રૂપિયા સુધી | 20% | Nill | Nill |
| 20 લાખથી 24 લાખ રૂપિયા સુધી | 25% | Nill | Nill |
| 24 લાખ રૂપિયાથી વધુ | 30% | Nill | Nill |
ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ ગૃહિણીઓ પણ વિવિધ કપાત અને છૂટછાટોનો લાભ લઈને પોતાની ટેક્સપાત્ર આવક ઘટાડી શકે છે:
ગૃહિણીઓએ તેમની કુલ ટેક્સપાત્ર આવક જાણવા માટે બેંક ડિપોઝિટ વ્યાજ, ભાડાની આવક અને રોકાણના વળતર જેવી તમામ કમાણીનો સરવાળો કરવો જોઈએ. તેમાંથી પીપીએફ, હેલ્થ ઇન્સ્યોરન્સ કે માન્ય દાન જેવી કપાતો બાદ કરવી જોઈએ. જો મેન્યુઅલ ગણતરી અઘરી લાગતી હોય, તો ઓનલાઇન ઉપલબ્ધ ઇનકમ ટેક્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ચોક્કસ ટેક્સની જવાબદારી સરળતાથી જાણી શકાય છે.