એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વિશ્વની સૌથી મોટી EV ઓટો કંપની ટેસ્લાના સ્થાપક અને CEOએ ફરી ઈતિહાસ રચ્યો છે અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. 31 મેના રોજ તેમની કુલ સંપત્તિમાં $1.98 બિલિયનનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 192 અબજ ડોલર થઈ ગઈ છે. 9 બાળકોના પિતા એલોન મસ્ક (Elon Musk)નું 5 મહિલાઓ સાથે અફેર હતું જેમાંથી તેણે 3 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
28 જૂન, 1971ના રોજ જન્મેલા એલોન મસ્કની માતા મે મસ્ક વ્યવસાયે મોડલ રહી ચૂકી છે અને પિતા એરોલ મસ્ક એન્જિનિયર છે. પિતા એરોલ મસ્કે બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની મેય અને બીજી હેડ હતી. મેય મસ્ક સાથે તેને ત્રણ બાળકો થયા હતા. એલન, કિમ્બલ અને ટોસ્કા. 1979માં માતા અને પિતા અલગ થઈ ગયા. તેના પિતાએ મે મસ્કથી અલગ થયા બાદ હેઇડ નામની મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે હેઇડ પહેલેથી જ 4 વર્ષના બાળકની માતા હતી. બાદમાં બંનેને એક પુત્રનો પણ જન્મ થયો હતો.
1972માં જન્મેલા એલોન મસ્કના ભાઈ કિમ્બલ રેસ્ટોરન્ટ ધ કિચનના સ્થાપક છે. તે ‘બ્રિગ ગ્રીન’ નામની એનજીઓ પણ ચલાવે છે. સોશિયલ વર્ક હેઠળ તેણે અમેરિકામાં 200 લર્નિંગ ગાર્ડન બનાવ્યા. એલોન મસ્કની બહેન ટોસ્કા ફિલ્મ નિર્માતા છે. તે મહિલા-કેન્દ્રિત સ્ટ્રીમિંગ સેવા, Passionflix ના સ્થાપક છે.
એલન મસ્કે વર્ષ 2000માં કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. 2002માં, તેણીએ પુત્ર નૈવેદ એલેક્ઝાન્ડર મસ્કને જન્મ આપ્યો. જો કે, ગંભીર બીમારીના કારણે 10 અઠવાડિયામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બંનેએ IVF દ્વારા 2004માં જોડિયા ગ્રિફીન અને ઝેવિયર મસ્કને જન્મ આપ્યો હતો.
2006 માં, વિલ્સન IVF દ્વારા ફરી એકવાર ગર્ભવતી બની અને તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો. એલોન મસ્કે તેમને કે, સેક્સોન અને ડેમિયન મસ્ક નામ આપ્યા. એલોન મસ્કે વર્ષ 2008માં વિલ્સન સાથે છૂટાછેડા લીધા હતા. હાલમાં, મસ્ક અને વિલ્સને તેમના પાંચ છોકરાઓની કસ્ટડી લીધી છે.
વિલ્સનથી અલગ થયા પછી એલોન મસ્કે કેનેડિયન સિંગર ગ્રિમ્સ સાથે લગ્ન કર્યા. તેને બે બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી. બાળકોના નામોમાં તફાવતને કારણે તેઓ આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્કે 2021માં સેક્રેટરી શિવાન ગિલિસ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બંનેને જોડિયા બાળકો હોવાની ચર્ચા છે.
Published On - 2:49 pm, Tue, 13 June 23