દેશવાસીઓ માટે સારા સમાચાર, ચીની વસ્તુઓનાં બહિષ્કાર વચ્ચે પાછલા છ વર્ષમાં ચીનમાંથી આયાતનાં મુકાબલે નિકાસમાં 40%નો વધારો, સરકારે લીધેલા સુધારાવાદી પગલાનો પ્રતાપ

|

Jul 05, 2020 | 9:32 AM

ભારત અને ચીન સીમા પર સર્જાયેલા તણાવ વચ્ચે અને ભરોસાને ઠેસ લાગ્યા બાદ પ્રથમ વાર ચીની વસ્તુઓની આયાત અને તેના ઉપયોગ પર લગામને લઈને ગંભીરતાથી વિચાર શરૂ થઈ ગયો છે. જો કે એ કહેવુ પુરેપુરી રીતે યોગ્ય નથી કે આની શરૂઆત હમણાં થઈ છે. આ પ્રક્રિયા પાછલા ત્રણ ચાર વર્ષથી ચાલી રહી છે અને બંને […]

દેશવાસીઓ માટે સારા સમાચાર, ચીની વસ્તુઓનાં બહિષ્કાર વચ્ચે પાછલા છ વર્ષમાં ચીનમાંથી આયાતનાં મુકાબલે નિકાસમાં 40%નો વધારો, સરકારે લીધેલા સુધારાવાદી પગલાનો પ્રતાપ
http://tv9gujarati.in/deshvasio-mate-s…ma-40-no-vadharo/

Follow us on

ભારત અને ચીન સીમા પર સર્જાયેલા તણાવ વચ્ચે અને ભરોસાને ઠેસ લાગ્યા બાદ પ્રથમ વાર ચીની વસ્તુઓની આયાત અને તેના ઉપયોગ પર લગામને લઈને ગંભીરતાથી વિચાર શરૂ થઈ ગયો છે. જો કે એ કહેવુ પુરેપુરી રીતે યોગ્ય નથી કે આની શરૂઆત હમણાં થઈ છે. આ પ્રક્રિયા પાછલા ત્રણ ચાર વર્ષથી ચાલી રહી છે અને બંને પક્ષનાં વાર્તાલાર દરમિયાન વેપારમાં ખોટને લઈ પ્રધાનમંત્રી સ્તરથી પણ વારંવાર સવાલ ઉઠાવાતા રહ્યા છે. આ પહેલા દર વર્ષે વપાર માટેનો લક્ષ્ય રાખવામાં આવતો હતો, જે દર વખતે ચીનની આક્રમક નીતિને કારણે લક્ષ્યથી વધારે રહેતો હતો. આમાં ચીનની હિસ્સેદારી પણ વધતી અને ભારતનાં વેપારનું નુક્શાન પણ. ભારતમાં ઔદ્યોગિક નીતિઓ સાથે વેપારને લઈને પણ આક્રમક્તા અપનાવવામાં આવી. અને આજ કારણથી પાછલા છ વર્ષમાં ચીનથી આયાતમાં માત્ર 10 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે કે ભારતમાંથી નિકાસમાં 40ટકાનો વધારો જોવા મળ્યો.

            જો કે સચ્ચાઈ એ છે કે આત્મનિર્ભરતાની લડાઈ લાંબી છે. વર્ષ 2014નાં સમયગાળામાં ભારતનાં ઈલેકટ્રોનિક્સ મૈન્યુફેક્ચરીંગ સેક્ટરનો કારોબાર 1.90 લાખ કરોડ રૂપિયાનો હતો, જે પાછલા વર્ષનાં અંત સુધી 4.5 લાખ કરોડ રૂપિયાનાં સ્તર સુધી પહોચી ગયું. મોબાઈલ ફોન બનાવવા વાળી 10 થી ઓછી કંપની છ વર્ષ પહેલા ભારતમાં ઉત્પાદન કરી રહી હતી. આજે આ સંખ્યા 200થી વધારે છે. એનો મતલબ એ થયો કે ચીનથી ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનિક્સ આયાતમાં પાછલા બે વર્ષમાં 900 કરોડ ડોલર એટલે કે 63 હજાર કરોડ રૂપિયામાં ઘટ નોંધાઈ છે. વર્ષ 2017-18માં ભારતે ચીન પાસેથી 2860 કરોડ ડોલર એટલે કે બે લાખ કરોડ રૂપિયા કરતા વધારે કિંમતનાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓની આયાત કરી હતી જે વર્ષ 2019-20માં ઘટીને 1910 કરોડ ડોલર, એટલે કે 1.33 લાખ કરોડ જેટલું રહી ગયું છે. આર્થિક વિશેષજ્ઞનું માનીએ તો નીતિ વિષયક નિર્ણયો અને ઉત્પાદનની દ્રઢતાનું પરિણામ છે કે ભારતની નિકાસમાં વધારો નોંધાયો છે.

             વર્ષ 2014-15નાં મુકાબલે વર્ષ 2019-20માં ચીનમાંથી થતી આયાતમાં લગભગ 10 ટકાનો વધારો નોંધાયો છે. વિદેશ વેપારનાં નિષ્ણાંતો મુજબ ભારતે ચીન સાથેનાં વેપાર નુક્શાનને ઓછું કરવા માટે ઘરેલું ક્ષેત્રે જ ઉત્પાદનમાં વધારો કરવાનું શરૂ કરી દીધુ છે, જેની અસર પાછલા બે વર્ષ થી દેખાઈ રહી છે. નાંણાકિય વર્ષ 2017-18માં ચીનમાંથી ભારતમાં આયાત 7630 કરોડ ડોલર એટલે કે 5.34 લાખ કરોડ રૂપિયાનાં સ્તર પર પહોચી ગયો હતો જે પાછલા નાંણાકિય વર્ષમાં 6500 કરોડ ડોલર એટલે કે 4.55 લાખ કરોડ રૂપિયાનાં સ્તર પર આવી ગયું. વેપારમાં નુક્શાન ઓછું કરવાનાં પ્રયત્નનાં ભાગરૂપે ચીન પર બનાવવામાં આવેલા દબાણનાં કારણે ભારતમાંથી ચીનમાં થતી નિકાસમાં વધારો નોંધાયો છે, એટલે કે પાછલા છ વર્ષમાં ભારતમાંથી થતી નિકાસમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

                    તજજ્ઞો મુજબ ચીન સાથેનાં વેપારની ખાધમાં ઘટાડો જરૂર નોંધાયો છે. સામે હોંગકોંગ સાથે ભારતની વેપાર ખાધ 400 કરોડ ડોલર એટલે કે 28 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમનું માનવું છે કે ભારતનાં દબાણને જોઈ ચીન બીજા રસ્તાઓથી ભારતને પોતાનો માલ વેચી રહ્યું છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં સીઈઓ અજય સહાયનાં જણાવ્યા મુજબ ઈલેકટ્રોનિક્સ પોલીસી, વિદેશી રોકાણ, ટેક્સ ડ્યૂટીની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો જેનો સકારાત્મક ફાયદો જોવા મળશે. જો કે હાલમાં તો સરકારે આયાતને ઓછી કરવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદનને નિકાસ માટે સુવિધા પુરી પાડવાની જરૂર છે. હવે ઉત્પાદનનાં ક્ષેત્રમાં ચીનને પછાડવા માટે સરકાર અગત્યનાં પગલા લેવા જઈ રહી છે.

               સરકાર ઉત્પાદનનો ખર્ચો અને તેમાં લાગતી પ્રક્રિયાને આસાન બનાવવા માટે છ મુખ્ય ક્ષેત્રમાં બદલાવ કરશે. આ ફેરફારમાં જમીન, વિજળી, લોજીસ્ટીક્સ, ક્લસ્ટર અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, એફડીઆઈ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશનો પણ સમાવેશ થાય છે. સરકાર એ ખાસ સેક્ટરને પણ તપાસી રહી છે કે જે સેક્ટરમાં દેશ પુરી રીતે આત્મનિર્ભર બની શકે.

Next Article