ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ફાયદો ?

|

Sep 07, 2022 | 1:20 PM

બુધવારના રોજ સવારના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $92 ના સ્તરથી નીચે ગબડ્યો હતો. જ્યારે WTI હાલમાં $85 ના સ્તરની આસપાસ ફરે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ફાયદો ?
crude oil

Follow us on

ઓપેક દેશો દ્વારા ઉત્પાદન કાપની જાહેરાત બાદ પણ ક્રૂડ ઓઈલ (Crude oil) ની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખરેખર ચીન સહિત વિશ્વભરના દેશોમાં મંદીના ડરને કારણે માંગમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે, જેના કારણે ક્રૂડને લઈને વેપારીઓ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ 92 ડોલર પ્રતિ બેરલના સ્તરથી નીચે આવી ગયું હતું. મંગળવારે જ ભાવમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં, રોકાણકારોની નજર OPEC દેશો તેમજ ફેડરલ રિઝર્વ અને ચીનમાં કોવિડના કેસ પર છે.

ક્રૂડ ઓઈલ ક્યાં પહોંચ્યું ?

બુધવારના રોજ સવારના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 92 ડોવર ના સ્તરથી નીચે ગબડ્યો હતો. જ્યારે WTI હાલમાં 85 ડોલર ના સ્તરની આસપાસ છે. ઓગસ્ટના અંતથી ક્રૂડ ઓઈલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 29 ઓગસ્ટે બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલથી ઉપર હતું. અત્યારે ક્રૂડ ઓઈલ 92 ડોલર પ્રતિ બેરલના સ્તરથી નીચે છે. એટલે કે 10 દિવસમાં બ્રેન્ટ ક્રૂડ 13 ડોલર પ્રતિ બેરલથી સસ્તું થઈ ગયું છે. સપ્તાહની શરૂઆતમાં ઓપેક દેશોએ ઉત્પાદન કાપની જાહેરાત કરતાં ક્રૂડમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જો કે, માંગ ઘટવાની આશંકા બાદ ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. ચીનમાં કોવિડને લઈને કડક નિયમોને કારણે માંગમાં સતત દબાણ છે. તે જ સમયે, યુરોપિયન દેશોમાં મંદીના ભયને કારણે ક્રૂડ ઓઇલને લઈને સેન્ટિમેન્ટ બગડ્યું છે. જેની અસર ભાવ પર પડે છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ક્રૂડના ભાવમાં શું ફાયદો થશે

આ ક્રૂડના ભાવ ડિસેમ્બર કોન્ટ્રાક્ટના છે. તેલ કંપનીઓ પેટ્રોલની સ્થિર કિંમતોને કારણે નુકસાનમાં રહે છે. કંપનીઓની નજર ઓપેક પ્લસ(Organization of the Petroleum Exporting Countries) દેશો પર છે. વાસ્તવમાં, OPEC દેશોએ કહ્યું છે કે તેઓ કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સમય પહેલા ઉત્પાદનની સમીક્ષા કરી શકે છે. ઓપેક દેશોની આગામી બેઠક 5 ઓક્ટોબરે યોજાવાની છે. આવી સ્થિતિમાં જો ઓપેક દેશો ઉત્પાદનમાં મોટો ઘટાડો કરે છે તો તેલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, જો ક્રૂડ ઓઈલની કિંમતો સમાન સ્તરે રહે છે અથવા તેનાથી પણ નીચે જાય છે, તો તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો લાભ મળી શકે છે.

Next Article