ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી, સુપ્રિમ કોર્ટે NCLATનો આદેશ રદ કર્યો

|

Mar 26, 2021 | 2:50 PM

Tata vs Mistry Case :  સાયરસ મિસ્ત્રી ટાટા જૂથના અધ્યક્ષ નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંથી એક ટાટાને લઈને 5 વર્ષ જુના વિવાદમાં ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેમાં સાયરસ મિસ્ત્રીના નિયંત્રણ હેઠળ રહેલા શાપુર પાલનજી ગ્રુપને મળેલા વળતર અંગે કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી.

ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી, સુપ્રિમ કોર્ટે NCLATનો આદેશ રદ કર્યો
ટાટા જુથના અધ્યક્ષ નહીં બની શકે સાયરસ મિસ્ત્રી

Follow us on

Tata vs Mistry Case :  Cyrus Mistry ટાટા જૂથના અધ્યક્ષ નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંથી એક ટાટાને લઈને 5 વર્ષ જુના વિવાદમાં ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેમાં સાયરસ મિસ્ત્રીના નિયંત્રણ હેઠળ રહેલા શાપુર પાલનજી ગ્રુપને મળેલા વળતર અંગે કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. ચીફ જસ્ટિસ એસ.એ. બડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું છે કે આ અંગે એક અલગ કાનૂની પ્રક્રિયા થશે.

મિસ્ત્રીને 2016 માં અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

2016 માં બોર્ડ મીટિંગમાં Cyrus Mistry ને ટાટા અધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે તેમણે કાનૂની લડત લડી હતી. ડિસેમ્બર 2019 માં એનસીએલએટીએ મિસ્ત્રીને દૂર કરવાની પદ્ધતિને ખોટી ગણાવી હતી. તેમને પુન: સ્થાપનાનો આદેશ આપ્યો. આની સામે ટાટા જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. જાન્યુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના આદેશ પર સ્ટે આપ્યો હતો. જેમાં આજે કોર્ટે ટાટા બોર્ડમાં કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ગણાવી એનસીએલએટીના આદેશને રદ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીજી તરફ શાપુરજી પાલનજી ગ્રુપ અને Cyrus Mistry એ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદ હતી કે એનસીએલએટી ટાટા ગ્રૂપના નિયમોને રદ કરતી નથી. જેનો મિસ્ત્રીને દૂર કરવા માટે દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં આવું ફરીથી થવાની સંભાવના રહેશે.

શાપુરજી પાલનજી જૂથ કેસ અંગે કોઈ આદેશ નથી

મિસ્ત્રી દ્વારા નિયંત્રિત શાપોર પાલનજી જૂથ ટાટા જૂથના એક ભાગ ટાટા સન્સમાં 18.4 ટકા શેર ધરાવે છે. શાપુરજી પાલનજીએ સુપ્રીમ કોર્ટમાંથી માંગ પણ કરી હતી કે તેમને ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સના શેરનો 18.4% હિસ્સો આપવામાં આવે. પરંતુ કોર્ટે આ અંગે કોઈ આદેશ આપ્યો નથી

સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવા યોગ્ય

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુજબ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવાને યોગ્ય માનવામાં આવ્યું છે. જ્યારે કોર્ટે શેર સાથે જોડાયેલા કેસમાં કહ્યું કે ટાટા અને મિસ્ત્રી બંને ગ્રુપ સાથે મળીને આ કેસને ઉકેલે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાઇરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને એનસીએલએટી ના નિર્ણય વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરી હતી. જેની પર આજે સુપ્રિમ કોર્ટે નિર્ણય આપ્યો છે.

Published On - 2:24 pm, Fri, 26 March 21

Next Article