Cryptocurrency ના રોકાણકાર રાતાપાણીએ રડયાં, ડોગકોઈન ૩૫%, બીટકોઈન ૩૦ અને શીબા ઇનુ 52 ટકા તૂટ્યો

|

May 20, 2021 | 8:20 AM

છેલ્લા ઘણા દિવસોથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પછડાટનો ટ્રેન્ડ દેખાઈ છે.

Cryptocurrency  ના રોકાણકાર રાતાપાણીએ રડયાં, ડોગકોઈન ૩૫%, બીટકોઈન ૩૦ અને શીબા ઇનુ 52 ટકા તૂટ્યો
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

છેલ્લા ઘણા દિવસોથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પછડાટનો ટ્રેન્ડ દેખાઈ છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વના સૌથી ચર્ચાસ્પદ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન(Bitcoin)ના ભાવ 30 ટકાથી વધુ ઘટ્યા છે. આ ઉપરાંત બીજા ક્રમે આવતી એથેરિયમ(Ethereum) ના ભાવ પણ આ સમયગાળા દરમિયાન 35 ટકાથી વધુ તૂટયા છે. ડોગકોઈન સહિતની ઘણી અન્ય ક્રિપ્ટોક્યુરન્સીઝમાં પણ આ જ હાલ દેખાયા છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક એ તાજેતરમાં કહ્યું હતું કે તેમની કંપની હવે બિટકોઇન ક્રિપ્ટોકરન્સીને ચુકવણી તરીકે સ્વીકારશે નહીં. આ પછી ચીને બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટોકરન્સી એક્સચેંજને નાણાકીય સેવાઓ પ્રદાન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો જે બાદ ડિજિટલ કરન્સીના ભાવમાં ભારે ઘટાડો થયો છે.

Ethereumના કો – ફાઉન્ડરના નિવેદને કડાકો બોલાવ્યો
ઇથેરિયમના કો – ફાઉન્ડર વિતાલિક બ્યુટરે એક નિવેદન હતું કે તેઓ તેમની શિબા ઇનૂ હોલ્ડિંગ્સનો 90 ટકા હિસ્સો બાળી નાખશે અથવા દાન કરશે. આ પછી ક્રિપ્ટો માર્કેટ ગગડ્યું છે. છેલ્લા 24 કલાકમાં બિટકોઇનના ભાવમાં 30 ટકાનો ઘટાડો થયો છે. બુધવારે સાંજે 7 વાગ્યે તે 24 ટકાના ઘટાડા સાથે 33,870.૨૦ ડોલર અથવા 24.30 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. એથેરિયમ 35.40 ટકા ઘટીને 2301 ડોલર પર આવી ગયું છે. એ જ રીતે છેલ્લા 24 કલાકમાં ડોગકોઈનના ભાવમાં 34.80 ટકા ઘટાડો થયો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

XRP અને સ્ટેલરની કિંમતોમાં 40% થી વધુનો ઘટાડો
વાયરલ મીમ ક્રિપ્ટોકરન્સી શિબા ઈનુની સૌથી ખરાબ હાલત થઇ અને છેલ્લા 24 કલાકમાં ડોગકોઈન કિલર તરીકે ઓળખાતા શિબુ ઇનુ કોઈનની કિંમતમાં 52 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ચલણ 780 ટકાથી વધુ ઉછળ્યું હતું,પરંતુ તેની કિંમતો હવે ફક્ત 0.00000980 ડોલર પર આવી છે. બીજા ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં XRPના ભાવમાં 42 ટકાનો ઘટાડો થયો છે અને સ્ટેલરના ભાવમાં 43 ટકાનો ઘટાડો થયો છે.

Next Article