શું તમે Credit Card નો ઉપયોગ કરો છો? આ રીતે જાણો Late Payment માટે તમારી બેન્ક અન્ય બેંકો કરતા વધુ ચાર્જીસ નથી વસૂલી રહીને

|

Jan 15, 2022 | 8:36 AM

ક્રેડિટ કાર્ડની વિશેષતા એ છે કે તમને શોપિંગ બિલ ચૂકવવા માટે 50 દિવસનો વ્યાજમુક્ત સમયગાળો મળે છે. જો કે તમે નિયત તારીખ પછી ચૂકવણી કરો છો તો તમારે ભારે દંડ ચૂકવવો પડશે.

શું તમે Credit Card નો ઉપયોગ કરો છો? આ રીતે જાણો Late Payment માટે તમારી બેન્ક અન્ય બેંકો કરતા વધુ ચાર્જીસ નથી વસૂલી રહીને
Know Charges of Your Credit Card

Follow us on

તાજેતરના સમયમાં વિવિધ બેંકોએ વિવિધ સેવાઓ (Credit card charges)માટેના ચાર્જીસ માં વધારો કર્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો HDFC બેંક, SBI કાર્ડ, ICICI બેંક અને Axis Bankઆ ક્ષેત્રમાં મોટા પ્લેયર છે. મોટાભાગના ક્રેડિટ કાર્ડ યુઝર્સ પાસે આમાંથી એક અથવા વધુ કાર્ડ હોય છે. ક્રેડિટ કાર્ડની વિશેષતા એ છે કે તમને શોપિંગ બિલ ચૂકવવા માટે 50 દિવસનો વ્યાજમુક્ત સમયગાળો મળે છે. જો કે તમે નિયત તારીખ પછી ચૂકવણી કરો છો તો તમારે ભારે દંડ ચૂકવવો પડશે. આને લેટ પેમેન્ટ ફી(late payment charges) કહેવામાં આવે છે. બેંકોએ લેટ પેમેન્ટ ફીમાં પણ વધારો કર્યો છે.

ICICI Credit Card

બેંકે લેટ પેમેન્ટ ફી, કેશ એડવાન્સ ટ્રાન્ઝેક્શન ફી, ચેક રીટર્ન ફી, ઓટો ડેબિટ રીટર્ન ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવો ચાર્જ 10 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે. જો કે, એમરાલ્ડ ક્રેડિટ કાર્ડના શુલ્ક બદલાયા નથી. વધુમાં જો બાકી રકમ રૂ. 100 કરતાં ઓછી હોય તો ઘણા ચાર્જીસ વસૂલવામાં આવશે નહીં. રૂ.100-500ની વચ્ચેની બાકી રકમ માટે રૂ.100, રૂ.501-5000 સુધીના એરિયર્સ માટે રૂ.500, રૂ.5001-10000 સુધીના એરિયર્સ માટે રૂ.750, રૂ.10001 થી 25 હજાર સુધીની રકમ માટે રૂ.900, રૂપિયા 25 હજારથી 50 હજાર સુધીની બાકી રકમના કિસ્સામાં રૂ. 1000 અને રૂ. 50 હજારથી વધુની બાકી રકમના કિસ્સામાં રૂ 1200 લેટ પેમેન્ટ ચાર્જ વસુલવામાં આવશે.

SBI Credit Card

જો તમારી પાસે સ્ટેટ બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો 500 થી ઓછી રકમ માટે લેટ ફી નથી. રૂ.501-1000 માટે લેટ પેમેન્ટ ફી રૂ.400 છે, રૂ.1001-10 હજાર સુધી રૂ.1300 છે. રોકડ ઉપાડ પર આ ચાર્જ લઘુત્તમ રૂ. 500 અથવા ઉપાડેલી રકમના 2.5 ટકા બેમાંથી જે વધારે હોય તે વસૂલવામાં આવશે. ઓવરલિમિટ ચાર્જ 2.5 ટકા છે જે મહત્તમ રૂ. 600 હશે. ચેક રિટર્નની ફી રૂ.500 રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

HDFC Credit Card

જો તમારી પાસે એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો રૂ.100થી ઓછી રકમ માટે કોઈ લેટ પેમેન્ટ ચાર્જ નથી. રૂ.100-500 માટે લેટ પેમેન્ટ ફી રૂ.100, રૂ.501-5000 માટે આ ફી રૂ.500, રૂ.5001-10000 માટે રૂ.600, રૂ.10001-25000ની લેટ પેમેન્ટ ફી રૂ.800. રૂ.25001-50000 લેટ પેમેન્ટ ફી રૂ. 1100 અને 50 હજાર રૂપિયાથી વધુ બાકી રકમ માટે લેટ ફી ચાર્જીસ 1300 રૂપિયા વસુલવામાં આવશે.

Axis Bank Credit Card

જો તમે Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો રૂ. 300 સુધીની બાકી રકમ માટે કોઈ ચાર્જ લાગતો નથી. રૂ.300-500ના બાકી રકમ માટે રૂ.100, રૂ.501-1000 માટે રૂ.500, રૂ.1001-10000 સુધી બાકી રકમ પર લેટ પેમેન્ટ ફી રૂ.1000 છે. રોકડ ઉપાડની રકમના 2.5% ના દરે ચાર્જ લેવામાં આવશે. આ રકમ લઘુત્તમ રૂ. 500 રહશે.

લેટ પેમેન્ટના ગેરફાયદા

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સમયસર ચૂકવણી કરો. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે ઘણા નુકસાન થશે. પ્રથમ નુકશાન લેટ પેમેન્ટ ફી તરીકે વસૂલવામાં આવશે. આ ઉપરાંત બેંક તમારી પાસેથી અલગથી ચાર્જ લેશે. લેટ પેમેન્ટ પર 50 દિવસના વ્યાજમુક્ત સમયગાળાનો કોઈ લાભ નથી. આ સમયગાળા માટે તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. લેટ પેમેન્ટ તમારા ક્રેડિટ સ્કોરને વધુ ખરાબ બનાવે છે.

 

આ પણ વાંચો : Union Budget 2022: બજેટ 2022 નું શિડ્યુલ તારીખ, સમય અને પ્રક્રિયા શું છે? જાણો સંપૂર્ણ માહિતી અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે

Next Article