દેશનું સૌથી મોટું બેંક ફ્રોડ! 34,000 કરોડના કૌભાંડમાં EDએ 415 કરોડની સંપત્તિ જપ્ત કરી, બે બિલ્ડરો રડાર પર

|

Aug 03, 2022 | 3:54 PM

એક મોટી કાર્યવાહીમાં, EDએ યસ બેંક-DHFL કેસમાં બે બિલ્ડરોની રૂ. 415 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ મામલે પહેલાથી જ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ બુધવારની ઘટના મોટી છે.

દેશનું સૌથી મોટું બેંક ફ્રોડ! 34,000 કરોડના કૌભાંડમાં EDએ 415 કરોડની સંપત્તિ જપ્ત કરી, બે બિલ્ડરો રડાર પર
DHFL

Follow us on

યસ બેંક-DHFL કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. આ છેતરપિંડી સાથે સંકળાયેલા બે બિલ્ડરોની 415 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં એક દિવસ પહેલા જ EDએ મોટી કાર્યવાહી કરતા અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જપ્ત કર્યું હતું. જે લોકો સામે EDએ કાર્યવાહી કરી છે તેઓ પર મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો આરોપ છે. DHFL ફ્રોડ કેસને દેશનો સૌથી મોટો બેંક ફ્રોડ કહેવામાં આવે છે. સંજય છાબરિયા અને અવિનાશ ભોસલે એ બે બિલ્ડરોમાં સામેલ છે જેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે. બંનેની ધરપકડ થઈ ચૂકી છે. યસ બેંક-DHFL ફ્રોડ કેસ રૂ. 34,000 કરોડનો છે.

સંજય છાબરિયા રેડિયસ ડેવલપર્સના વડા છે જ્યારે અવિનાશ ભોસલે એબીઆઈએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વડા છે. આ બંને બિલ્ડરોની યસ બેંક-દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. દેશના સૌથી મોટા બેંકિંગ ફ્રોડના આ કેસમાં 34,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડીના કેસમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતામાં રચાયેલી 17 બેંકોના કન્સોર્ટિયમના પૈસા ડૂબી ગયા છે.

આટલી મિલકત જપ્ત કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસમાં પહેલેથી જ પોતાની રીતે તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે એક કાર્યવાહીમાં, સીબીઆઈને પુણેમાં અવિનાશ ભોંસલેની મિલકત પર અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મળ્યું હતું, ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવ્યું હતું. બુધવારે, મુંબઈના સાંતાક્રુઝમાં રૂ. 116.5 કરોડનું લેન્ડ પાર્સલ, છાબરિયાની કંપનીના 25% ઇક્વિટી શેર સાથે બેંગલુરુમાં સ્થિત રૂ. 115 કરોડનું લેન્ડ પાર્સલ, સાન્તાક્રુઝ ખાતે રૂ. 3 કરોડની કિંમતનો બીજો ફ્લેટ, દિલ્હી એરપોર્ટ પર છાબરિયાનો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

13.67 કરોડની કિંમતની હોટેલ અને 3.10 કરોડની કિંમતની સંજય છાબરિયાની ત્રણ હાઇ-એન્ડ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય અવિનાશ ભોંસલેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. EDએ મુંબઈમાં 102.8 કરોડનો ડુપ્લેક્સ ફ્લેટ, પુણેમાં 14.65 કરોડનો લેન્ડ પાર્સલ, પુણેમાં જ 29.24 કરોડનો બીજો લેન્ડ પાર્સલ, નાગપુરમાં 15.52 કરોડનો પ્લોટ અને નાગપુરમાં જ 1.45 કરોડનો પ્લોટ જપ્ત કર્યો છે.

શું છે સમગ્ર મામલો

આ તમામ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ બંને પ્રોપર્ટી બિલ્ડરોની મિલકત જપ્ત કરવામાં આવી છે. યસ બેંક-ડીએચએફએલ છેતરપિંડી કેસમાં, યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર અને ડીએચએફએલના પ્રમોટર્સ કપિલ વાધવાન અને ધીરજ વાધવન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. FIR 1988માં નોંધવામાં આવી હતી.

FIRમાં જણાવાયું છે કે રાણા કપૂરે કપિલ વાધવન અને અન્ય આરોપીઓ સાથે મળીને DHFLને યસ બેંક દ્વારા આર્થિક મદદ કરી હતી. તેના બદલામાં રાણા કપૂરને પૈસા મળ્યા. આ છેતરપિંડીના કેસ માટે રાણા કપૂર અને તેના પરિવારની કંપનીઓને પૈસા મળ્યા હતા. આ જ કેસમાં ગયા અઠવાડિયે સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈએ કરોડોની કિંમતની પેઇન્ટિંગ્સ અને ઘડિયાળો જપ્ત કરી હતી.

Next Article