ખુશખબરી: આગામી 2 વર્ષમાં સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહનો, પેટ્રોલ વાહનો જેટલી જ કિંમત હશે

|

Mar 22, 2022 | 7:19 PM

સરકાર અને ઉદ્યોગનું માનવું છે કે જેમ જેમ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થશે, તેમ ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને ઇલેક્ટ્રિક વાહન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો જોવા મળશે.

ખુશખબરી: આગામી 2 વર્ષમાં સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહનો, પેટ્રોલ વાહનો જેટલી જ કિંમત હશે
EV will be cheaper in the next 2 years

Follow us on

આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનોના (electric vehicles) ભાવમાં ઘટાડો થશે અને 2 વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ વાહનના ભાવની બરાબર મળવા લાગશે. આ અનુમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ (Road Transport Minister Nitin Gadkari) મંગળવારે કહ્યું હતું કે ટેક્નોલોજી અને ગ્રીન એનર્જીમાં ઝડપી પ્રગતિથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને તે આગામી બે વર્ષમાં પેટ્રોલથી ચાલતા વાહનોની સમકક્ષ હશે. હાલમાં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર સૌથી વધુ અસર તેમની કિંમતોની છે. આનો સામનો કરવા માટે સરકાર ખરીદી પર ઘણી છૂટ આપી રહી છે. જો કે, સરકાર અને ઉદ્યોગનું માનવું છે કે જેમ જેમ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થશે, તેમ ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને ઇલેક્ટ્રિક વાહન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો જોવા મળશે.

ગ્રીન એનર્જી પર સરકાર મુકી રહી છે ભાર

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય માટે 2022-23 માટે અનુદાનની માગણીઓ પર લોકસભામાં જવાબ આપતા ગડકરીએ ખર્ચ અસરકારક સ્વદેશી ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આશા વ્યક્ત કરી કે આ ઈંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે. જેનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે અને રાજધાની દિલ્હીમાં સ્થિતિ સુધરશે.

સંસદસભ્યોને પરિવહન માટે હાઇડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરતાં ગડકરીએ તેમને તેમના સંબંધિત જિલ્લાઓમાં ગટરના પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવા પહેલ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વધુમાં વધુ બે વર્ષના સમયગાળામાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટોરિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટોરિક્ષા જેટલી જ હશે. લિથિયમ-આયન બેટરીની કિંમતો ઘટી રહી છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

અમે ઝીંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી માટે ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો તમે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચો છો, તો તે જ ઉપયોગ માટે તમારે ઇલેક્ટ્રિક વાહન પર માત્ર 10 રૂપિયા ખર્ચવા પડશે.

આ પણ વાંચો :  Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

આ પણ વાંચો : RELIANCE એ એક મહિનામાં બે કંપનીઓ હસ્તગત કરી નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો, જાણો કેટલા કરોડમાં થઈ ડીલ અને શું છે યોજના?

Next Article