કોરોના કાળમાં આ ઉદ્યોગપતિઓએ આપ્યું કરોડો રૂપિયાનું દાન, આ ઉધોગપતિએ આપ્યું મુકેશ અંબાણી કરતાં 17 ગણું વધારે દાન

|

May 05, 2021 | 8:09 PM

દેશમાં કોરોના કાળમાં ચારે બાજુ નિરાશા અને ડરનું વાતાવરણ છે. લોકો તેમના જીવન અને સંપત્તિની ચિંતા કરે છે. તેવા સમયે માનવતાને બચાવવા દેશના ઘણા ઉદ્યોગપતિઓએ ઉદારતાથી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. જેમાં અજીમ પ્રેમજીએ રિલાયન્સના માલિક મુકેશ અંબાણી કરતાં 17 ગણું વધારે દાન આપ્યું છે.

કોરોના કાળમાં આ ઉદ્યોગપતિઓએ આપ્યું કરોડો રૂપિયાનું દાન, આ ઉધોગપતિએ આપ્યું  મુકેશ અંબાણી કરતાં 17 ગણું વધારે દાન
આ ઉધોગપતિએ આપ્યું મુકેશ અંબાણી કરતાં 17 ગણું વધારે દાન

Follow us on

દેશમાં કોરોના કાળમાં ચારે બાજુ નિરાશા અને ડરનું વાતાવરણ છે. લોકો તેમના જીવન અને સંપત્તિની ચિંતા કરે છે. તેવા સમયે માનવતાને બચાવવા દેશના ઘણા ઉદ્યોગપતિઓએ ઉદારતાથી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. તેમાંથી Azim Premji , મુકેશ અંબાણી અને શિવ નાદરના નામ આ યાદીમાં ટોચ પર છે. હરુન ઇન્ડિયાના અહેવાલ મુજબ, વર્ષ 2020 માં 90 સૌથી મોટા દાતાઓએ કુલ 9324 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

ઇડેલગીવ હરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2020 માં બિઝનેસ ઇનસાઇડરે તેમના  નામ પ્રકાશિત કર્યા હતા. છેલ્લા બે વર્ષમાં તેમના દાનની રકમ વધીને 100 મિલિયનથી વધુ થઈ ગઈ છે અને દાતાઓની સંખ્યા હવે વધીને 80 થઈ ગઈ છે. તેમની સરેરાશ ઉંમર 66 વર્ષ છે. બીપી બંસલ ફ્લિપકાર્ડના સહ-સ્થાપક છે. તેમજ તે પ્રથમ ફિલાનથ્રોપીસ્ટ છે. જેમની ઉંમર 40 વર્ષની છે.

Azim Premji એ 7904 કરોડનું દાન આપ્યું

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Azim Premji એ 7904 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જે ભારતમાં દાનની સૌથી મોટી રકમ છે. તેમણે સૌથી વધુ શિક્ષણમાં દાનમાં આપ્યું છે. બીજા નંબર પર શિવ નાદરનું નામ છે. તે એચસીએલના માલિક છે. તેમણે 795 કરોડનું દાન આપ્યું છે. તેમણે મોટે ભાગે શિક્ષણ ક્ષેત્રે દાન પણ આપ્યું છે. એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ 458 કરોડનું દાન આપ્યું છે. મુકેશ અંબાણીનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

બિરલાએ 276 કરોડનું દાન આપ્યું હતું

કુમાર મંગલમ બિરલાએ 276 કરોડનું દાન આપ્યું છે. વેદાંત જૂથના માલિક અનિલ અગ્રવાલે 215 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. પીરામલ એન્ટરપ્રાઇઝના માલિક અજય પીરામલે 196 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ઇન્ફોસિસના માલિક નંદન નીલેકણીએ 159 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. હિન્દુજા ગ્રુપના માલિક હિન્દુજા બ્રાંડરને 133 કરોડનું દાન આપ્યું છે. ગૌતમ અદાણીએ 88 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સુધીર અને સમીર મહેતાએ 82 કરોડનું દાન આપ્યું છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ગંભીર ચેતવણી

Next Article