કોરોનાને કારણે લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો, આરોગ્ય વીમાની માગમાં વધારો થયો

|

Mar 01, 2021 | 11:31 AM

કોવિડ-19 રોગચાળા પછી આરોગ્ય સંબંધિત આપત્તિથી રાહત મેળવવા માટે પરિવારો માટે વીમો એ પ્રાથમિકતા બની ગઈ છે.

કોરોનાને કારણે લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો, આરોગ્ય વીમાની માગમાં વધારો થયો
Insurance

Follow us on

કોવિડ-19 રોગચાળા પછી આરોગ્ય સંબંધિત આપત્તિથી રાહત મેળવવા માટે પરિવારો માટે વીમો એ પ્રાથમિકતા બની ગઈ છે. ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યુરન્સ(Tata AIA Life Insurance)ના સર્વે અનુસાર હવે વધુ સંખ્યામાં લોકો આગામી છ મહિનામાં વીમા ઉત્પાદનોમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ગ્રાહક વિશ્વાસ સર્વે (Consumer Confidence Survey) સંશોધન એજન્સી નીલ્સન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આના દ્વારા કોવિડ-19 ની ગ્રાહકોના વિશ્વાસ ઉપર શું અસર પડે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સર્વેક્ષણમાં જીવન વીમા સૌથી વધુ પસંદ કરાયેલા નાણાકીય ઉત્પાદન તરીકે ઉભરી આવ્યું છે. આ પરિવારોને ન માત્ર આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે પણ આપત્તિના સમયે તબીબી ખર્ચ અંગેની તેમની ચિંતા દૂર કરે છે. સર્વે અનુસાર, મોટાભાગના ગ્રાહકો તેમની રોકાણ યોજનાના ભાગ રૂપે આગામી છ મહિના દરમિયાન જીવન વીમા ઉત્પાદનો ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. સર્વે નવ કેન્દ્રોમાં 1,369 લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં એ હકીકત સામે આવી છે કે 51 ટકા લોકોએ રોગચાળા દરમિયાન વીમામાં રોકાણ કર્યું હતું. તે જ સમયે, 48 ટકા લોકોએ આરોગ્ય સંબંધિત વીમા ઉકેલોમાં રોકાણ કર્યું હતું. આ અન્ય નાણાકીય સંપત્તિ વર્ગો કરતા ઘણી વધારે છે.

જીવન વીમામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે
સર્વેમાં સામેલ 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન જીવન વીમા અંગેના તેમના મંતવ્યમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. 49 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી છ મહિના દરમિયાન જીવન વીમામાં રોકાણ કરવા ઈચ્છે છે. 40 ટકા લોકોએ આરોગ્ય વીમામાં રોકાણ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. સર્વેમાં એ હકીકત પણ સામે આવી છે કે 30 ટકા લોકોએ રોગચાળા દરમિયાન પ્રથમ વખત જીવન વીમામાં રોકાણ કર્યું હતું. 26 ટકા લોકોએ પ્રથમવાર આરોગ્ય સંબંધિત વીમા ઉકેલોમાં રોકાણ કર્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સૌથી મોટી ચિંતા આર્થિક મંદી છે
કટોકટીઓ અને તબીબી ખર્ચને લઈ લોકો માટે નાણાકીય સુરક્ષા એ મુખ્ય અગ્રીમતા છે. સર્વેમાં 62 ટકા લોકોએ તેનો ઉલ્લેખ કર્યો છે. 84 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોરોના વાયરસને કારણે પોતાની અને પરિવારની સલામતીની ચિંતા કરે છે. 61 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના પરિવાર વિશે ચિંતિત છે અને આ સમયે તેમની સૌથી મોટી ચિંતા આર્થિક મંદી છે.

Next Article