NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74 રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?

|

May 14, 2021 | 7:55 AM

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે.

NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74  રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?
દરરોજનું 74 રૂપિયાનું રોકાણ તમને કરોડ પતિ બનાવી શકે છે.

Follow us on

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે. નોકરી કરનાર દરેકને તેના એ ચિંતા રહેતી હોય છે કે નિવૃત્તિ સુધી તેણે ખુબ પૈસા જમા કરવા જોઈએ.

દરરોજ 74 રૂપિયા જમા કરો
અમે નોકરિયાતોને આ ચિંતામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવી રહ્યા છીએ. એવા રોકાણો પણ છે કે જ્યાં તમે દરરોજ માત્ર 74 રૂપિયા જમા કરશો તો નિવૃત્તિ પછી તમે કરોડપતિ બની શકો છો. નિવૃત્તિ પછી મોટું ભંડોળ મેળવવા માટે તમારી પાસે રોકાણ માટે ઘણા વિકલ્પો છે. જમશેદપુરના જાણીતા ફાઇનાન્સ નિષ્ણાત અનિલ ગુપ્તાનું માનવું છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના શ્રેષ્ઠ છે. નિવૃત્તિ પછી NPS તમને કરોડપતિ બનાવી શકે છે. અનિલ ગુપ્તા કહે છે આ યોજનાની વિશેષતા એ છે કે તમારે તેમાં કોઈ મોટી રકમ જમા કરવાની જરૂર નથી. તમે દર મહિને તેમાં થોડી રકમ જમા કરીને કરોડપતિ બની શકો છો.

આ રીતે બનો કરોડપતિ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તમારે દર મહિને NPSમાં 2220 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે, દૈનિક ધોરણે દરરોજ ફક્ત 74 રૂપિયા રોકાણ કરવાનું છે. આ નાનું રોકાણ 40 વર્ષમાં 10.65 લાખ રૂપિયા થઈ જશે. ધારો કે તમને આ રોકાણ પર નવ ટકા વળતર મળી રહ્યું છે તો આ સ્થિતિમાં મેચ્યોરિટી સમયે તમને કુલ 1.02 કરોડ રૂપિયા મળશે. તેની અન્ય વિશેષતા એ છે કે તમને ટેક્સ છૂટ પણ મળશે. આ 40 વર્ષોમાં તમે લગભગ 3.31 લાખનો ટેક્સ પણ બચાવશો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

60 ટકા પૈસા ઉપાડવાની પરવાનગી
40 વર્ષ પછી તમે એક જ સમયે 1.02 કરોડ રૂપિયા ઉપાડી શકતા નથી. તમારા રોકાણ કરેલા નાણાં અને મેચ્યોરિટીમાંથી માત્ર 60 ટકા જ લઈ શકાય છે. બાકીના 40 ટકા રકમ રકમ વાર્ષિકી યોજનામાં જમા કરવામાં આવશે, જેમાંથી તમને પેન્શન મળશે. આ રીતે, તમે તમારા ખાતામાંથી ફક્ત 61.59 લાખ જ ઉપાડી શકો છો. બાકીના 41 લાખ રૂપિયા વાર્ષિકી યોજનામાં જશે. આ 40 ટકા બેલેન્સ સાથે નિવૃત્તિ પછી તમને દર મહિને 27000 રૂપિયા મળે છે. આ રકમ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

ઘરે બેઠા NPS ખાતું ખોલઈ શકાય છે
NPS ખાતું ખોલવા માટે ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા NPS ખાતું ખોલી શકો છો. આ માટે કોઈપણ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન સબ્સ્ક્રાઇબ કરવું પડશે, રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે વર્ચુઅલ આઈડી નંબર દાખલ કરો, ત્રીજા સ્ટેપમાં તમને રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી મળશે. પછી એક્નોલેજ નંબર બનાવો અને આ પછી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો. આ પછી PRAN નંબર મેળવો અને લોગ ઇન કરો.

Next Article