પાવર સેક્ટર માટે કોલસાની સપ્લાઈ 23 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી, CILએ કોલસાના ઉત્પાદન માટે નક્કી કર્યો આ લક્ષ્યાંક

|

Nov 28, 2021 | 10:50 PM

કોલ ઈન્ડિયા લિમિટેડ 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ, સંશોધન અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

પાવર સેક્ટર માટે કોલસાની સપ્લાઈ 23 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી, CILએ કોલસાના ઉત્પાદન માટે નક્કી કર્યો આ લક્ષ્યાંક
Symbolic Image

Follow us on

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલ-ઓક્ટોબર) જાહેર ક્ષેત્રની કોલસા કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)ની પાવર સેક્ટર (power sector)ને કોલસાની સપ્લાઈ 22.7 ટકા વધીને 29.17 કરોડ ટન પર પહોંચી ગઈ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઓક્ટોબર મહિના માટે કેબિનેટને આપવામાં આવેલા સંક્ષિપ્ત અહેવાલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળામાં કોલ ઈન્ડિયા લિમિટેડની પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાય 23.77 કરોડ ટન રહી હતી.

 

SCCL દ્વારા ઈંધણનો પુરવઠો 66 ટકા વધીને 30.6 મિલિયન ટન થયો 

છેલ્લા મહિના દરમિયાન પણ કોલ ઈન્ડિયાની પાવર સેક્ટરને કોલસાની સપ્લાઈ 21.7 ટકા વધીને 4 .76 કરોડ ટન થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3.91 કરોડ ટનથી વધારે હતી. સિંગરેની કોલિરીઝ કંપની લિમિટેડ (SCCL- Singareni Collieries Company Limited) દ્વારા પાવર સેક્ટરને બળતણનો પુરવઠો સાત મહિનામાં 66 ટકા વધીને 30.6 મિલિયન ટન થયો છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં કોલસાનો પુરવઠો 1.84 કરોડ ટન હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

2023-24 સુધીમાં એક અરબ ટન કોલસાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

પાવર સેક્ટરને SCCL દ્વારા કોલસાનો પુરવઠો ઓક્ટોબર, 2020માં 33.2 લાખ ટનથી ગત મહિને 41.7 ટકા વધીને 47.1 લાખ ટન થયો હતો. જણાવી દઈએ કે કોલ ઈન્ડિયા લિમિટેડ સ્થાનિક કોલસા ઉત્પાદનમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે.

 

નોંધનીય છે કે કોલ ઈન્ડિયા લિમિટેડનું વર્ષ 2023-24 સુધીમાં એક અરબ ટન કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય છે. કોલ ઈન્ડિયા લિમિટેડ વર્ષ 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ, સંશોધન અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

 

કોલ ઈન્ડિયા કોલસાના નિષ્કર્ષણ પર 32,696 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

આ પ્રસ્તાવિત ખર્ચમાંથી કોલ ઈન્ડિયા 2023-24 સુધીમાં કોલસાના નિષ્કર્ષણ પર 32,696 કરોડ રૂપિયા, ખાણ માળખા પર  25,117 કરોડ રૂપિયા અને પ્રોજેક્ટ વિકાસ પર 29,461 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

 

કંપની વૈવિધ્યકરણ અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી પર 32,199 કરોડ રૂપિયા, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર  1,495 કરોડ રૂપિયા અને સંશોધન પ્રવૃત્તિઓ પર 1,893 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. માહિતી અનુસાર કુલ 500 પ્રોજેક્ટ માટે 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો :  New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

 

Next Article