Coal India એ ચોથા ક્વાર્ટરના પરિણામમાં 3.5 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું, કંપનીના નફામાં થયો નજીવો ઘટાડો

|

Jun 15, 2021 | 9:53 AM

વિશ્વની સૌથી મોટી કોલ માઇન કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Ltd) એ સોમવારે ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. માર્ચ 2021 માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 0.8 ટકા ઘટીને રૂ 4,588.96 કરોડ થયો છે.

Coal India એ ચોથા ક્વાર્ટરના પરિણામમાં 3.5 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું, કંપનીના નફામાં થયો નજીવો ઘટાડો
Coal India Q1 Results

Follow us on

વિશ્વની સૌથી મોટી કોલ માઇન કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Ltd) એ સોમવારે ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. માર્ચ 2021 માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 0.8 ટકા ઘટીને રૂ 4,588.96 કરોડ થયો છે.

કોલ ઈન્ડિયા લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીને 4,655.76 કરોડ રૂપિયાનો નફો થયો હતો. રેગ્યુલેટરી ફાઇલિંગમાં કોલ ઈન્ડિયા લિમિટેડે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના બોર્ડે ઇક્વિટી શેર દીઠ 3.50 રૂપિયાના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ 27,974.12 કરોડ રહી છે જે એક વર્ષ અગાઉ 29,820.97 કરોડ રૂપિયા હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું એકીકૃત વેચાણ ઘટીને રૂ 29,820.97 કરોડ થયું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ 25,597.43 કરોડ હતું. જોકે કંપનીનો ખર્ચ ક્વાર્ટરમાં ઘટીને રૂ 21,565.15 કરોડ થયો છે જે નાણાકીય વર્ષ 20 ના Q4 માં રૂ. 22,373.046 કરોડ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઉત્પાદનની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 21 ના Q4 માં કંપનીનું કોલસોનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ઘટીને 203.42 મિલિયન ટન થયું છે. જે ગયા વર્ષના 213.71 મિલિયન ટન હતું. આ સામે ત્રિમાસિક ધોરણે કોલસાના ઉત્પાદનમાં વધારો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કોલસોનું ઉત્પાદન 164.89 મિલિયન ટન હતું.

નાણાકીય વર્ષ 21 માં કંપનીનો કુલ મૂડી ખર્ચ 13,115 કરોડ રૂપિયા રહ્યો છે, જે પાછલા વર્ષ કરતા તેના કેપેક્સમાં 109% વધ્યો છે. નાણાકીય વર્ષ 20 માં કેપેક્સ 6270 કરોડ રૂપિયા રહ્યો હતો. કોલ ઈન્ડિયાના શેર ગઈકાલે શેરબજારમાં 2.12% ની નીચે રૂ .159.20 પર બંધ થયા બાદ આજે પણ લાલ નિશાન નીચે 157.50 રૂપિયા સુધી નીચલા સ્તરે નોંધાયો છે. કોલ ઈન્ડિયાના ખર્ચ પણ પાછલા વર્ષના સમાન ગાળામાં નોંધાયેલા, 22,373.046 કરોડથી 21,565.15 કરોડ થઈ ગયા છે.

CIL એ એમ પણ કહ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેનું ઉત્પાદન ઘટીને 203.42 મિલિયન ટન થયું હતું જે વર્ષ 2020 ના સમાન ત્રિમાસિક ગાળામાં 213.71 મિલિયન ટન હતું. ફાઇલિંગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન કોલ ઈન્ડિયાની ઓફટેક 164.33 મિલિયન ટનથી વધુ 164.89 મિલિયન ટન હતી

CIL 2023-2024 સુધીમાં એક અબજ ટન ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે. તે ભારતના કોલસા ઉત્પાદનનો ૮૦ ટકા હિસ્સો છે. કેન્દ્રનો કંપનીમાં 66.13% હિસ્સો છે. સીઆઈએલનો મૂડી ખર્ચ લગભગ ₹ 10,000 કરોડનો હતો.

Next Article