CLOSING BELL : શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ નોંધાઈ, સેન્સેક્સ 437 અંક ઉછળ્યો

|

Dec 23, 2020 | 6:45 PM

સપ્તાહમાં સતત બીજા દિવસે શેરબજારે તેજી સાથે કારોબાર બંધ કર્યો હતો. સેન્સેક્સ 437.49 પોઇન્ટ વધીને 46,444.18 ના સ્તર પર બંધ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 134.80 પોઇન્ટના વધારા સાથે 13,601.10 ના સ્તર પર બંધ રહ્યો છે. આજે સેન્સેક્સમાં તેજીનું નેતૃત્વ ટીસીએસ, બજાજ, એચયુએલ અને બેંકિંગ શેરોએ કર્યું હતું. આઇટી સેક્ટરના શેરમાં પણ સારી ખરીદારી રહી […]

CLOSING BELL : શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ નોંધાઈ, સેન્સેક્સ 437 અંક ઉછળ્યો

Follow us on

સપ્તાહમાં સતત બીજા દિવસે શેરબજારે તેજી સાથે કારોબાર બંધ કર્યો હતો. સેન્સેક્સ 437.49 પોઇન્ટ વધીને 46,444.18 ના સ્તર પર બંધ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 134.80 પોઇન્ટના વધારા સાથે 13,601.10 ના સ્તર પર બંધ રહ્યો છે. આજે સેન્સેક્સમાં તેજીનું નેતૃત્વ ટીસીએસ, બજાજ, એચયુએલ અને બેંકિંગ શેરોએ કર્યું હતું. આઇટી સેક્ટરના શેરમાં પણ સારી ખરીદારી રહી હતી. BSE IT ઈન્ડેક્સ 552 અંક વધીને 24,155.64 ના સ્તરે બંધ રહ્યો છે.

આજના કારોબારમાં નિફ્ટીએ 13,619.45 સુધી તો સેન્સેક્સ 46,513.32 સુધી મહત્તમ સપાટી નોંધાવી હતી. કારોબારના અંતે સેન્સેક્સમાં ૦.૯૫ અને નિફટીમાં ૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.41 ટકા વધીને 17,667.46 પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.65 ટકાની મજબૂતીની સાથે 17,570.46 પર બંધ થયા છે.

કારોબારના અંતે BSE 30 ઈન્ડેક્સમાં 437.49 અંક મુજબ 0.95 ટકાની મજબૂતી બાદ ઇન્ડેક્સ 46444.18 ના સ્તર પર બંધ થયા છે. NSE ના NIFTY50 ઈન્ડેક્સમાં 134.80 અંક વધારાની સાથે 13601.10 ના સ્તર પર બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર               સૂચકઆંક           વૃદ્ધિ
સેન્સેક્સ         46,444.18     +437.49 (0.95%)

નિફટી           13,601.10      +134.80 (1.00%)

Published On - 4:43 pm, Wed, 23 December 20

Next Article