CLOSING BELL : સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું, SENSEX દિવસના ઉપલા સ્તરથી 400 અંક તૂટ્યો

|

Jun 30, 2021 | 5:22 PM

આજે રોકાણકારોનું વધુ ધ્યાન નાના અને મધ્યમ શેરો પર રહ્યુંહતું. નિફ્ટીની મિડ કેપમાં 0.26% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.22% નો વધારો થયો છે.

CLOSING BELL : સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું, SENSEX  દિવસના ઉપલા સ્તરથી 400 અંક તૂટ્યો
stock market

Follow us on

CLOSING BELL : ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે મજબૂત સ્થિતિ સાથે ખુલ્યું હતું પરંતુ બપોર બાદ બજારે વૃદ્ધિ ગુમાવી દીધી હતી. આજના કારોબારના અંતે BSE નો 30 શેરો વાળા મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસની ઉંચી સપાટીથી લગભગ 400 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. સેન્સેક્સ 67 અંક મુજબ 0.13% ની નબળાઇ સાથે 52,483 પોઇન્ટ પર બંધ રહ્યો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર          સૂચકઆંક         ઘટાડો
સેન્સેક્સ       52,482.71      −66.95 (0.13%)
નિફટી          15,721.50      −26.95 (0.17%)

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

NSEનો 50 શેરો વાળો નિફ્ટી પણ આજે ઉંચી સપાટીથી લગભગ 120 પોઇન્ટ તૂટ્યો છે. નિફટી 0.17% અનુસાર 27 પોઇન્ટ ની નબળાઇ સાથે 15,721 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજે રોકાણકારોનું વધુ ધ્યાન નાના અને મધ્યમ શેરો પર રહ્યુંહતું. નિફ્ટીની મિડ કેપમાં 0.26% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.22% નો વધારો થયો છે.

સેક્ટર ઇન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી, મીડિયા, એફએમસીજીમાં વેચવાલીનું ભારે દબાણ હતું. મીડિયા, બેંક, નાણાકીય સેવાઓ અને રિયલ્ટી સૂચકઆંક દબાણ હેઠળ રહ્યા હતા. આજે માત્ર IT શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો. નિફ્ટી આઇટીમાં 0.63% નો વધારો થયો છે.

યુરોપિયન માર્કેટમાં મોટા ભાગના બજાર આજે તૂટયા હતા. બ્રિટન FTSE લગભગ 0.7% , ફ્રાન્સનો CAC 1% અને જર્મનીનો DAX 1.20%ની નીચે નોંધાયો છે. મંગળવારે આ બજારોમાં તેજી નોંધાઈ હતી.

ગ્લોબલ માર્કેટ(Global Market)ના મજબૂત સંકેતોની અસર વચ્ચે ભારતીય શેરબજા(Stock Market)માં આજે ​​જોરદાર શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ(Sensex) 100 પોઇન્ટની મજબૂતી સાથે 52651 પર ખુલ્યો છે તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 28 પોઇન્ટના વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે. અમેરિકાના સ્ટોક માર્કેટના મહત્વના સ્ટોક ઇન્ડેક્સ મંગળવારે રેકોર્ડ સ્તરે બંધ થયા છે તો એશિયન બજારોમાં પણ મજબૂત શરૂઆત થઈ હતી જેણે ભારતીય બજારોને પણ સારી અસર કરી હતી.

આજના કારોબારના અંતે નિફ્ટી 15,708.75 સુધી નીચલા સ્તરે દેખાયો હતો અને સેન્સેક્સ 52,448.64 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 66 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 27 અંકો સુધી સરક્યો હતો .

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકા સુધી મામૂલી ઘટીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.26 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.56 ટકા વધીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.68 ટકાના ઘટાડાની સાથે 34,772.20 ના સ્તર પર બંધ થયા છે.

 

Next Article