Business News : ચાઈનાની ચાલ પડી ઉંધી, ભારતીય રેલવે પર વળતરનો દાવો કરવો પડ્યો ભારે

|

Aug 26, 2022 | 10:44 AM

રાષ્ટ્રીય સુરક્ષાને (Security )ધ્યાનમાં રાખીને, ત્યારથી ચીનની કંપનીઓ સાથે સંકળાયેલા રોકાણ અને વ્યવસાય સંબંધિત નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે.

Business News : ચાઈનાની ચાલ પડી ઉંધી, ભારતીય રેલવે પર વળતરનો દાવો કરવો પડ્યો ભારે
Indian Railway (File Image)

Follow us on

ચીનની (China )એક કંપનીએ ભરેલું પગલું તેના પર જ ભારે પડ્યું છે. વાસ્તવમાં, આ કંપનીએ 2 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ(Contract ) રદ થવાને કારણે થયેલા નુકસાનને ટાંકીને ભારતીય(Indian ) રેલવે પાસેથી વળતરની માંગ કરી છે. આના પર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશને આ ચીની કંપની વિરુદ્ધ દાવો કર્યો છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલની વિચારણા હેઠળ છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન એટલે કે ડીએફસીસીઆઈએલએ વર્ષ 2020માં ચીની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ લગભગ 500 કરોડ રૂપિયાનો હતો. DFCCIL અનુસાર, કામમાં ઢીલાશને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મામલો શું છે

ચીનની કંપની ચાઈના રેલ્વે સિગ્નલિંગ એન્ડ કોમ્યુનિકેશનને ભારતમાં કાનપુર અને મુગલસરાઈ (હવે દીન દયાલ ઉપાધ્યાય) વચ્ચે સિગ્નલિંગ અને કોમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ 417 કિલોમીટર લાંબા રૂટનો કોન્ટ્રાક્ટ 471 કરોડ રૂપિયાનો હતો. જોકે, ભારત અને ચીન વચ્ચે બગડતા સંબંધોને કારણે 2020માં DFCCIL દ્વારા આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ રૂટ પર કંપનીનું કામ આગળ વધી રહ્યું ન હતું. જેના કારણે આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. હવે ચીનની કંપની આ મામલે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં પહોંચી છે અને નુકસાનનું કારણ આપીને 279 કરોડ રૂપિયાનું વળતર માંગી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તે જ સમયે, ભારતીય પક્ષે પણ આ મામલે આક્રમક જવાબ આપ્યો છે. અને કામમાં સુસ્તીને કારણે થયેલા નુકસાનના આધારે DFCCILએ ચીની કંપની પર જ 471 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. આ મામલો હવે ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોર્મસના નિયમો હેઠળ સિંગાપોરમાં ઉકેલાશે.

વર્ષ 2020માં ચીનની ઘણી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ત્યારથી ચીનની કંપનીઓ સાથે સંકળાયેલા રોકાણ અને વ્યવસાય સંબંધિત નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે.

Next Article