China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

|

Oct 10, 2021 | 7:46 AM

china power crisis : દેશમાં સૌર ઉર્જાના સાધનો બનાવવા માટે સ્થાપવામાં આવેલી ફેક્ટરીઓ દર વર્ષે માત્ર 3GW ક્ષમતાના સોલાર સેલ અને 15 GW સોલાર મોડ્યુલ બનાવી શકે છે જ્યારેદેશમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી
china power crisis

Follow us on

ચીનમાં ચાલી રહેલી વીજળી સંકટ(China Power Crisis)ની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. સોલાર ઇક્વિપમેન્ટ સપ્લાય(solar equipment supply)માં વિલંબની નોટિસ ચાઇનીસ કંપનીઓ તરફથી આવવા લાગી છે. નોટિસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઈમ્પોર્ટર્સને સમયસર ઇકવીપમેન્ટ્સ પૂરા પાડવા અસમર્થ છે.

વીજળી સંકટ કારણભૂત
પુરવઠામાં વિલંબની નોટિસ ખરીદનાર અને વેચનાર વચ્ચેના કરારની ચોક્કસ કલમ હેઠળ મોકલવામાં આવી રહી છે. નોટિસ અનુસાર કોઈ અણધાર્યા ઘટનાને કારણે સૌર સાધનોનો પુરવઠો બંધ થઈ શકે છે. આ કિસ્સામાં અભૂતપૂર્વ વીજળીની તંગીની પરિસ્થિતિને આધારે બનાવવામાં આવી રહી છે.

3 GW ના સોલર સેલ અને 15 GW ની સોલર મોડ્યુલ ક્ષમતા
દેશમાં સૌર ઉર્જાના સાધનો બનાવવા માટે સ્થાપવામાં આવેલી ફેક્ટરીઓ દર વર્ષે માત્ર 3GW ક્ષમતાના સોલાર સેલ અને 15 GW સોલાર મોડ્યુલ બનાવી શકે છે જ્યારેદેશમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

5 GW સાધનો 31 માર્ચ 2022 સુધીમાં પ્રાપ્ત થવાના હતા
ભારતીય કંપનીઓને 31 માર્ચ, 2022 સુધીમાં 5 GW ઇકવીપમેન્ટ્સ મળવાની અપેક્ષા હોવાથી પુરવઠામાં વિક્ષેપની ઘટના મહત્વ ધરાવે છે. સરકારે 2022 સુધીમાં 175 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અંતર્ગત 100 GWની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાની છે.

સોલાર ઇકવીપમેન્ટના ઈમ્પોર્ટર્સની ચિંતામાં વધારો
એક ભારતીય કંપનીના સીઈઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “દરિયાઈ માર્ગે માલની અવરજવરમાં વિક્ષેપના કારણે માલસામાનનું નૂર ચાર ગણો વધી ગયો છે. આ સિવાય કન્ટેનરની અછત રહી છે અને હવે નોટિસ આવી રહી છે. આ બધું ચારે તરફની સમસ્યાઓનો ઈશારો કરી રહ્યું છે.

સોલર ઇક્વિપમેન્ટ માર્કેટમાં ચીનનો 78% હિસ્સો
સોલર સાધનોના બજારમાં 78 ટકા હિસ્સો ચીનનો છે અને બાકીનો હિસ્સો વિયેતનામ, સિંગાપોર, થાઇલેન્ડ અને હોંગકોંગ પાસે છે. સોલર સેલ અને મોડ્યુલોની આયાત ગયા નાણાકીય વર્ષમાં ઘટીને $ 571.65 મિલિયન થઈ ગઈ જે 2018-19માં 2.16 અબજ ડોલર અને 2019-20માં 1.68 અબજ ડોલર હતી.

86.5% સૌર સાધનો છેલ્લા નાણાકીય વર્ષમાં ચીનથી આવ્યા હતા
2020-21માં આયાત કરવામાં આવેલા સોલર સેલ્સ અને મોડ્યુલ્સમાંથી 49487 મિલિયન ડોલર (3,718 કરોડ રૂપિયા એટલે કે 86.5%) ના સાધનો ચીનથી આવ્યા હતા અને માત્ર 1876 મિલિયન ડોલર (140 કરોડ રૂપિયા) થાઇલેન્ડથી આવ્યા હતા.

 

આ પણ વાંચો : Mukesh Ambaniની સંપત્તિ 100 અબજ ડોલરને પાર, Jeff Bezos અને Elon Muskની ક્લબમાં કરાયા સામેલ

 

આ પણ વાંચો : RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

Next Article