
ખાનગી નોકરી કરતા લોકો માટે EPFO એક વિશ્વસનીય યોજના છે. આ યોજના રિટાયરમેન્ટ પછી ઘણી કામ લાગે છે. એવામાં હાલના સમયમાં જો તમે નોકરી બદલી છે અને જૂના EPFO ખાતાને નવી કંપનીમાં ટ્રાન્સફર નથી કર્યું તો તમારા મનમાં એક સવાલ તો થશે જ કે, શું મને જૂના EPFO ખાતા પર વ્યાજ મળશે કે નહીં? તો ચાલો જાણીએ કે, જૂના EPFO ખાતા પર વ્યાજ મળશે કે નહીં.
જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે તમારું EPFO ખાતું આપમેળે નવી કંપનીમાં ટ્રાન્સફર થતું નથી. આ માટે તમારે EPFO મેમ્બર સર્વિસ પોર્ટથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરવી પડશે. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી તમારા પૈસા જૂના EPFO ખાતામાં જ રહેશે. તમારો UAN નંબર પણ એ જ રહે છે પરંતુ ખાતું ટ્રાન્સફર થતું નથી.
EPFOના નિયમો અનુસાર, જો તમારું EPFO ખાતું નિષ્ક્રિય હોય તો તે 36 મહિના એટલે કે 3 વર્ષ માટે વ્યાજ આપે છે. આ વ્યાજની ગણતરી છેલ્લા EPFO યોગદાનમાંથી કરવામાં આવે છે. જો 36 મહિના સુધી કોઈ યોગદાન આપવામાં ન આવે અને કર્મચારી નોકરી કરતો ન હોય અથવા નિવૃત્ત થઈ ગયો હોય તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને તેના પર વ્યાજ મળતું બંધ થઈ જાય છે.
જો તમે નોકરી બદલ્યા પછી તમારું EPFO ખાતું ટ્રાન્સફર ન કર્યું હોય તો તમને જૂના ખાતા પર ફક્ત ત્રણ વર્ષ માટે વ્યાજ મળશે. તે પછી વ્યાજ મળતું બંધ થઈ જશે. જેનાથી તમને નુકસાન પહોંચશે. જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2024-25 માટે EPFO એ 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે.