LPG સિલિન્ડરના વજનમાં ઘટાડો કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો શું છે કારણ

|

Jan 16, 2022 | 2:01 PM

ઘરેલુ એલપીજી સિલિન્ડર હાલ 14.2 કિલો વજનનો મળે છે. જો કે એલપીજી સિલિન્ડરના પરિવહનમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.

LPG સિલિન્ડરના વજનમાં ઘટાડો કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો શું છે કારણ
Gas Cylinder (File Image)

Follow us on

ઘરમાં LPG સિલિન્ડર (LPG cylinder) એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં અત્યાર સુધી મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આ મુશ્કેલીઓ સરકાર ઓછી કરવા જઇ રહી છે. હવે એલપીજી સિલિન્ડરનું વજન ઘટશે. એલપીજી સિલિન્ડરનું વજન (Weight of cylinder)વધુ હોય છે, અને તેના કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને મહિલાઓને ગેસ સિલિન્ડર (Gas cylinder) લઈ જવામાં તકલીફ પડે છે. પરંતુ જો સિલિન્ડરનું વજન ઓછું હશે તો સામાન્ય લોકો માટે સરળતા રહેશે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે લોકોની સુવિધા માટે ગેસ સિલિન્ડરને હળવું કરવું જરૂરી છે. જો ગેસ સિલિન્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડે તો સમસ્યા સર્જાય છે. પરંતુ મહિલાઓની સરળતા માટે સરકાર ટૂંક સમયમાં એલપીજી સિલિન્ડરના વજનમાં ઘટાડો કરી શકે છે.

મહિલાઓની સમસ્યા હલ થશે

નોંધપાત્ર વાત એ છે કે 14.2 કિલોગ્રામ ઘરેલું રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના વજનને કારણે તેના પરિવહનમાં સમસ્યા છે. જેના કારણે મહિલાઓને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર તેનું વજન ઘટાડવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજ્યસભામાં અપાઇ માહિતી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. અગાઉ એક સભ્યએ ભારે સિલિન્ડરને કારણે મહિલાઓને પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કે હવે સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ધાર કર્યો છે. સરકાર ગેસ સિલિન્ડરનું વજન ઘટાડવાની તૈયારીઓ કરી રહી છે.

એક પ્રશ્નના જવાબમાં પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ‘અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ સિલિન્ડરનું ભારે વજન જાતે ઉઠાવે. જેથી તેનું વજન ઘટાડવા માટે વિચારણા થઈ રહી છે.’ મંત્રીએ કહ્યું, ‘અમે એક મધ્યમ રસ્તો શોધીશું, પછી તે 14.2 કિલોથી 5 કિલો વજન ઘટાડવાનો હોય કે અન્ય કોઈ રસ્તો. અમે આમ કરવા પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો-

તમે જૂનું મકાન વેચીને નવું ઘર ખરીદી રહ્યા છો? તો જાણો ટેક્સ સંબંધિત નિયમો શું છે

આ પણ વાંચો-

Petrol-Diesel Price Today : રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી કે નહિ? જાણો અહેવાલ દ્વારા

Next Article