કેન્દ્ર સરકારને ફાયદો, RBI તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા 87 હજાર કરોડ રૂપિયા

|

May 19, 2023 | 5:36 PM

મે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકારને RBI તરફથી મળતા ડિવિડન્ડથી વિન્ડફોલ ગેન થવાની સંભાવના છે. બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકો અને આરબીઆઈ પાસેથી કુલ ડિવિડન્ડ દ્વારા નાણાકીય વર્ષ 2024માં રૂ. 48,000 કરોડ મેળવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારને ફાયદો, RBI તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા 87 હજાર કરોડ રૂપિયા

Follow us on

ભારત સરકાર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) બોર્ડે કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બોર્ડે એપ્રિલ 2022-માર્ચ 2023 દરમિયાન રિઝર્વ બેંકની કામગીરી અંગે ચર્ચા કરી હતી અને નાણાકીય વર્ષ 2022-23 માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને એકાઉન્ટને મંજૂરી આપી હતી.

બોર્ડે આકસ્મિક રિસ્ક બફરને 6 ટકા પર રાખવાનો નિર્ણય કર્યો અને નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી. અગાઉના નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ બેંકે કેન્દ્ર સરકારને 30,307 કરોડ રૂપિયાની સરપ્લસ આપી હતી.

આ પણ વાંચો: IPO : રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મેળવનાર ઇસ્યુ આજે બંધ થઈ રહ્યા છે, લિસ્ટિંગ સાથે સારી કમાણી આપી શકે છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શું રાખ્યો હતો ટાર્ગેટ?

મે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકારને RBI તરફથી મળતા ડિવિડન્ડથી વિન્ડફોલ ગેન થવાની સંભાવના છે. બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકો અને આરબીઆઈ પાસેથી કુલ ડિવિડન્ડ દ્વારા નાણાકીય વર્ષ 2024માં રૂ. 48,000 કરોડ મેળવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે આરબીઆઈ અને જાહેર નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 40,953 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે નાણાકીય વર્ષ 23 ના રૂ. 73,948 કરોડના બજેટ અંદાજ કરતાં ઘણો ઓછો છે.

આગળ કેટલું ડિવિડન્ડ મળી શકે છે

બજેટ દસ્તાવેજ અનુસાર સરકારી સાહસો અને અન્ય રોકાણોમાંથી ડિવિડન્ડ FY24 માટે પણ રૂ. 43,000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. FY2023 માટેના સુધારેલા અંદાજ મુજબ સરકારી સાહસો અને અન્ય રોકાણોમાંથી ડિવિડન્ડ રૂ. 40,000 કરોડના બજેટ અંદાજ કરતાં રૂ. 43,000 કરોડ વધુ હતું. જો નિષ્ણાતોનું માનીએ તો આરબીઆઈને નાણાકીય વર્ષ 2023-24માં વધુ કમાણી થવાની અપેક્ષા છે. જેના કારણે સરકારને વધુ ડિવિડન્ડ મળી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article