સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે કથિત અનિયમિતતાઓને લઈને નેશનલ સ્ટોક એક્સચેન્જના (National Stock Exchange) ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ (Chitra Ramkrishna) વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી હોવાના સમાચાર એજન્સી પીટીઆઈએ આપ્યા છે. એક દિવસ અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીની તપાસના ભાગરૂપે રામકૃષ્ણને ત્યાં દરોડા પાડ્યા હતા. અન્ય ભૂતપૂર્વ CEO રવિ નારાયણ અને ભૂતપૂર્વ COO આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ પણ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.
આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીએ મિન્ટને જણાવ્યું હતું કે, “CBI આજે મુંબઈમાં રામકૃષ્ણની પૂછપરછ કરી રહી છે અને તેણે રામકૃષ્ણ, આનંદ સુબ્રમણ્યમ અને રવિ નારાયણ (NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર) વિરુદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે. સેબીના આદેશ અનુસાર પ્રકાશમાં આવેલા તાજેતરના તથ્યોના આધારે 2018માં નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
જો કે, આ કેસ તે સમયનો છે જ્યારે ચિત્રા રામકૃષ્ણ 2013 અને 2016 વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હતા. સીબીઆઈ તપાસ અન્ય એક કૌભાંડ સાથે સંબંધિત છે, જે રામકૃષ્ણના કાર્યકાળ દરમિયાન સામે આવ્યું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક વેપારીઓને NSEની કો-લોકેશન ફેસિલિટીનો પ્રેફરન્શિયલ એક્સેસ મળ્યો હતો. આ લોકો ઝડપથી લોગ ઇન કરવામાં સક્ષમ હતા. વધુમાં, એક્સચેન્જમાં ડેટા ફીડની સ્પ્લિટ-સેકન્ડ એક્સેસ હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક વેપારીઓ પાસે એક્સચેન્જ ડેટા એક્સેસ કરવા માટે બહુવિધ IP એડ્રેસ હતા.
અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીના કેસની તપાસના ભાગરૂપે ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ સામે મુંબઈ અને ચેન્નાઈમાં તેમના ઠેકાણા ઉપર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડાની કાર્યવાહીનો હેતુ કરચોરી અને નાણાકીય અનિયમિતતાના આરોપોને ધ્યાનમાં રાખીને, તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવામાં આવી હતી. ખરેખર, એવી શંકા હતી કે તેઓએ ત્રાહિત પક્ષો સાથે એક્સચેન્જ અંગેની ગુપ્ત માહિતી શેર કરીને ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો હશે. ઈન્કમટેક્સ વિભાગની મુંબઈ ઈન્વેસ્ટિગેશન વિંગે ગુરુવારે વહેલી સવારે રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના ઘર પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં રામકૃષ્ણના ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. સર્ચ ટીમોએ તે તમામ જગ્યાઓમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 4:54 pm, Fri, 18 February 22