Budget 2021: બજેટમાં MSME માટે વ્યાજ, ડિવિડન્ડ ટેક્સ, GSTમાં રાહતની થઈ રહી છે માગ

|

Feb 01, 2021 | 10:49 AM

ICCએ કહ્યું કે MSMEને વ્યાજમાં છૂટ આપવામાં આવશે તો MSMને વધુ રોજગારી સર્જન કરવાની તક મળશે.

Budget 2021: બજેટમાં MSME માટે વ્યાજ, ડિવિડન્ડ ટેક્સ, GSTમાં રાહતની થઈ રહી છે માગ

Follow us on

Budget 2021માં MSME માટે લોનના વ્યાજમાં છૂટ આપવાની માગ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા  દેશમાં રોજગારીના અવસરોને વધારવા માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે લોનમાં વ્યાજ પર છૂટ માંગવામાં આવી છે. ICCએ કહ્યું કે MSMEને વ્યાજમાં છૂટ આપવામાં આવશે તો MSMને વધુ રોજગારી સર્જન કરવાની તક મળશે.

 

લોનના વ્યાજમાં છૂટની માંગ

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ICCના પ્રમુખ વિકાસ અગ્રવાલે કહ્યું કે MSMEમાં સરકારે લોનના વ્યાજમાં જે 2 ટકાની છૂટ આપવામાં આવી છે, તેનાથી MSMEને ઘણો લાભ થયો છે. તેમને કહ્યું કે આ છૂટને આગળ પણ ચાલુ રાખવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરીએ છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે પહેલા 1 કરોડના બદલે 3 કરોડ રૂપિયા સુધીની લોન પર 3-4 ટકા વ્યાજની છૂટ આપવામાં આવે.

 

ડિવિડન્ડ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે

ICCના પ્રમુખ વિકાસ અગ્રવાલે કરદાતાઓના લાભ માટે ડિવિડન્ડ ટેક્સમાં ઘટાડાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ડિવિડન્ડ ટેક્સ 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવે. વિકાસ અગ્રવાલે કહ્યું કે MSMEને વ્યાજમાં છૂટ આપવાનો મુખ્ય હેતુ MSMEને GST નેટવર્કમાં લાવવાનો છે. નવી છૂટથી પરોક્ષ રીતે ટેક્સ સિસ્ટમમાં લાવવામાં મદદ મળશે.

 

MSME માટે GSTમાં રાહતની માંગ

Budget 2021માં MSME માટે GSTમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. MSMEને પ્રોત્સાહન આપવા માટે વ્યાવસાયિક સેવાઓ પર 18 ટકા GST છે, તેમાં 5 ટકાનો ઘટાડો કરવાની માંગ થઈ રહી છે. 18 ટકા GST સ્લેબમાં અત્યારે એડવોકેટ, કુરિયર સર્વિસ, મેનેજેમેન્ટ, કન્સલ્ટીંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક, HR, સપ્લાય ચેન મેનેજમેન્ટ તથા હોસ્ટીંગ સામેલ છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવિઝનિંગ, મેન્ટેનન્સ, રીપેરને ઈન્સ્ટોલેશન સર્વિસ પણ આ યાદીમાં સામેલ છે.

Next Article