
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઉપયોગ સતત વધી રહ્યો છે. આનું મોટું ઉદાહરણ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ છે. જેમણે જુલાઈમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના તાજેતરના આંકડા મુજબ જુલાઈમાં યુપીઆઈ દ્વારા 23.66 અરબનું ટ્રાન્જેક્શન થયું છે. જેની કુલ કિંમત 29.88 લાખ કરોડ રુપિયા રહી છે. આ અત્યારસુધીનો એક સૌથી મોટો રેકોર્ડ છે.આ પહેલા મે 2026માં યુપીઆઈએ સૌથી વધારે ટ્રાન્જેક્શન નોંધાવ્યું હતુ પરંતુ જુલાઈ મહિનામાં આ રેકોર્ડ તુટ્યો હતો.
NPCIના આંકડા મુજબ જુલાઈ મહિનામાં યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યા 23.66 અરબ રહી હતી. આ પહેલા મે મહિનામાં 23.20 અરબ અને જૂનમાં 22.72 અરબનું ટ્રાન્જેક્શન થયું હતુ. જો લેવદેવડની કુલ રકમની આપણે વાત કરીએ તો જુલાઈ 2026માં આ વધીને 29.88 લાખ કરોડ રુપિયા પહોંચી છે. જ્યારે જુલાઈ 2025માં આ આંકડો 25.08 લાખ કરોડ રુપિયાનો રહ્યો હતો.એટલે કે, એક વર્ષમાં, UPI દ્વારા કરવામાં આવતી ચુકવણીમાં સારો વધારો થયો છે.
આજે નાની દુકાનથી લઈ મોટા કારોબાર, ઓનલાઈન શોપિંગ, હોટલ , ટેક્સી બિલની ચૂકવણી અને પૈસા મોકલવાનું દરેક કામમાં UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. QR કોડ સ્કેન કરી થોડી સેકન્ડમાં ચૂકવણી કરવાની સુવિધાથી લોકોને સરળ બન્યું છે. આ કારણે દર મહિને યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યા સતત નવો રેકોર્ડ બનાવી રહી છે.
હવે UPI માત્ર ભારત સુધી સીમિત રહ્યું નથી. આ સુવિધા અનેક દેશોમાં શરુ થઈ ચૂકી છે. હાલમાં સંયુક્ત અરબ અમીરાત, સિંગાપુર, ભૂટાન, નેપાળ,શ્રીલંકા, ફ્રાન્સ, મોરીશસ અને કતર સહિત અંદાજે 10 દેશોમાં UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી વિદેશમાં રહેનાર ભારતીય માટે પૈસા મોકલવા સરળ બન્યા છે. આ સાથે ભારતની ડિજિટલ પેમેન્ટની ટેકનીકને વૈશ્વિક સ્તર પર ઓળખ મળી રહી છ.